આ સોદાની પૂર્ણતા નિયમનકારી મંજૂરીઓને આધિન છે. સોદો પૂર્ણ થયા બાદ આ એસપીવીનું નિયંત્રણ આરઇપીએચએલ અને એમઓએલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.
મિત્સુઇ ઓ.એસ.કે.લાઇન્સ લિમિટેડ રીલાયન્સની 6 જૂથ કંપનીઓમાં હિસ્સો ખરીદશે - Business News
મુંબઈઃ વેરી લાર્જ કેરિયર્સની માલિકી ધરાવતી રિલાયન્સ ઇથેન હોલ્ડિંગ પી.ટી.ઇ. લિ. (સિંગાપોરમાં બનાવવામાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સહયોગી કંપની), જાપાનની મિત્સુઇ ઓ.એસ.કે. લાઇન્સ લિમિટેડ અને એક વ્યૂહાત્મક લઘુમતી રોકાણકારે એમઓએલ અને લઘુમતી રોકાણકાર દ્વારા વીએલઇસીની માલિકી ધરાવતી છ સ્પેશ્યલ પર્પઝ લિમિટેડ લાયેબિલિટી કંપનીઓમાં વ્યૂહાત્મક હિસ્સો ખરીદવા માટેના નિશ્ચિત કરાર કર્યા છે.
આ વ્યૂહાત્મક સોદા અંગે વાત કરતાં આરઆઇએલના એક્ઝેક્યુટીવ ડાયરેક્ટર પી. એમ. એસ. પ્રસાદે જણાવ્યુ હતું કે, “હાલમાં આ છ વીએલઇસીનું સંચાલન એમઓએલ કરે છે, તે ધ્યાનમાં લેતાં એમઓએલનું રોકાણ અમારા તેમના સાથેના સંબંધોને વધારે સુદૃઢ બનાવશે અને વીએલઇસીના સુરક્ષિત અને કાર્યક્ષમ સંચાલનને સુનિશ્ચિત કરશે. આ એસપીવીમાં વ્યૂહાત્મક ભાગીદાર તરીકે અમે એમઓએલનું સ્વાગત કરીએ છીએ, કારણ કે તેઓ તેમની હાલની સંચાલક તરીકેની ભૂમિકામાંથી આગળ વધીને આ એસપીવીના સંયુક્ત માલિક અને સંચાલક બન્યા છે.”
એમઓએલના બોર્ડ મેમ્બર અને એક્ઝેક્યુટીવ વાઇસ પ્રેસિડેન્ટ તાકેશી હાશીમોટોએ જણાવ્યું હતું કે, “આ રોકાણ એમઓએલને અમે હાલમાં કેટલાક સમયથી સંચાલન કરી રહેલા છ અનોખા વીએલઇસીને માલિક તરીકે તેના એલએનજી કેરિયર, અન્ય ટેન્કરો, ડ્રાય બલ્કર, કાર કેરિયર, ફેર અને કોસ્ટલ આરઓઆરઓ શીપ અને ક્રૂઇઝ શીપના સમાવેશ સાથેના 850 જહાજોના કાફલામાં સમ્મિલિત કરવા સક્ષમ બનાવશે. અમારી પાસે કન્ટેઇનર શીપ પણ છે, જેને ઓએનઇ(ONE) દ્વારા ભાડે લેવામાં આવેલી છે. આ છ વીએલઇસીના નિર્માણ અને તેની સોંપણી દરમિયાન નિરીક્ષણની કામગીરી અને ત્યારબાદ સોંપણીના સમયથી તેના સંચાલનને કારણે એમઓએલને આ અસ્કયામતો અંગેનું વિસ્તૃત જ્ઞાન છે. તેથી અમે ખુશ છીએ અને આ વ્યૂહાત્મક ભાગીદારીનો ઉપયોગ સંયુક્ત માલિક બનવા અને રિલાયન્સ સાથેના વર્તમાન સંબંધોને વધારે મજબૂત બનાવવા માટે કરવાની આશા રાખીએ છીએ.”