૧ ફેબ્રુઆરીએ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ તેમની પ્રથમ પૂર્ણ કક્ષાની ખાતાવહી રજૂ કરશે.
‘કરોડપતિ’થી માંડીને સામાન્ય માણસ, કાશ્મીરથી લઈને કન્યાકુમારી, સમગ્ર દેશ ભારતનું પતન પામી રહેલું અર્થતંત્ર પુનઃજીવિત થશે તેવી આશાએ આ ખાતાવહી પર નજર માંડીને બેઠો છે.
ભારતીય અર્થતંત્ર ૧૧ વર્ષમાં સૌથી ધીમી ગતિએ વિકસી રહ્યું છે, બેરોજગારીનો દર ચાર દાયકામાં સૌથી ઊંચો છે અને ખાદ્ય કિંમતો આકાશને આંબી રહી છે.
૧૮ મહિનાઓમાં, ભારતનો આર્થિક વિકાસ ૮ ટકાથી ગગડીને જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૯માં ૪.૫ ટકાએ પહોંચી ગયો.
મોટી સંખ્યામાં અર્ધ કુશળ (સ્કિલ્ડ) શ્રમિક સમૂહને રોજીરોટી આપતું મેન્યુફૅક્ચરિંગ ક્ષેત્ર મંદીમાં છે, ગ્રામીણ વિકાસ માટે મહત્ત્વનું ક્ષેત્ર કૃષિ ત્રણ ટકાથી નીચેના દરે વધી રહ્યું છે.
દેવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફૉરમ સમિટની સાથેસાથે તાજેતરમાં જાહેર થયેલા વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલૂક, ગ્લૉબલ સૉશિયલ મૉબિલિટી ઇન્ડૅક્સ અને ઑક્સફામ રિપૉર્ટ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ભારતનો સંપત્તિ સર્જનનો દર ઘટી રહ્યો છે અને ધનવાન-ગરીબ વચ્ચેનું અંતર ઘટાડવા નક્કર પગલાં લેવાં જરૂરી છે.
આનો માર્ગ શું છે?
સરકાર દ્વારા વધુ ખર્ચ એ સૌથી સારો ઉકેલ હોઈ શકે છે.
ચાલી રહેલી આર્થિક સુસ્તી પૂરવઠા તરફના માર્ગાવરોધના બદલે મોટા ભાગે માગ તરફના મુદ્દાઓને કારણે લાગે છે.
બીજા શબ્દોમાં, જ્યારે પૂરતા પ્રમાણમાં માલ અને સેવાઓ બજારમાં ઉપલબ્ધ હોય ત્યારે લોકોની અપૂરતી ખરીદ ક્ષમતાના કારણે વર્તમાન સુસ્તી પેદા થઈ છે.
હકીકતે, ભારતીય રિઝર્વ બૅન્કનો તાજેતરનો અહેવાલ પણ ઘટી રહેલા ગ્રાહક વિશ્વાસ, વેપાર વિશ્વાસ અને ફૅક્ટરીઓ દ્વારા ક્ષમતા ઉપયોગિતા ઘટી રહી હોવાનું સૂચવે છે જે બતાવે છે કે માગમાં ઘટાડો થયો છે.
આથી, ઉકેલ અર્થતંત્રમાં ખૂબ જ જરૂરી એવી માગને પુનર્જીવિત કરવામાં રહેલો છે.
આંતરમાળખા પર સરકાર દ્વારા વધુ ખર્ચ કરવાથી વધુ નોકરીઓનું સર્જન થશે જેના લીધે માલ અને સેવાઓ માટેની માગમાં વધારો થશે.
વર્ષ ૨૦૧૯માં, દેશમાં બૅન્કોનું નિયમન કરતી આરબીઆઈએ એવા અંદાજ સાથે ૧૩૫ બેઝિઝ પૉઇન્ટ અથવા ૧.૩૫ ટકા જેટલો મહત્ત્વનો વ્યાજ દર (રેપો રેટ) ઘટાડીને તેનું કામ કરી દીધું છે કે ઓછા વ્યાજ દરના કારણે ઘર, કાર વગેરે ધિરાણ લઈને ખરીદવા માટે માગમાં વધારો થશે.
દુર્ભાગ્યે, તેનાથી ઈચ્છિત પરિણામો મળ્યા નહીં. કદાચ, તે થોડા સમય પછી કામ કરી શકે છે.
આમ, આ સમયે એ ડહાપણભર્યું રહેશે કે અર્થતંત્રની સુસ્તી સામે લડવા સમયબદ્ધ રીતે ક્ષેત્ર ચોક્કસ જાહેર મૂડીરોકાણ અને ખર્ચને ઉત્તેજન આપીને આવનારી ખાતાવહીનો ઉપયોગ કરવામાં આવે.
નાણા ખાધનો ભ્રમ
સરળ શબ્દોમાં, નાણા ખાધ સરકારને આપેલા નાણાકીય વર્ષમાં જરૂરી કુલ ધિરાણ દર્શાવે છે. તે આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત છે.