ગુજરાત

gujarat

ETV Bharat / business

BSE-NSEએ કાર્વીનું શેર ટ્રેડિંગ લાયસન્સ રદ્દ કર્યું

નવી દિલ્હી: દેશના મુખ્ય શેર બજાર NSE અને BSEએ કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડનું લાયસન્સ રદ્દ કર્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જે (BSE) એક નોટિસ ઈશ્યૂ કરીને માહિતી આપી હતી.

etv bharat
etv bharat

By

Published : Dec 2, 2019, 2:43 PM IST

  • 22 નવેમ્બરે સેબી દ્વારા લેવાયો હતો નિર્ણય


22 નવેમ્બરના રોજ માર્કેટ રેગ્યુલેટર સેબીએ કાર્વીને નવા ક્લાયન્ટ ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે જ સેબીએ તમામ સીડીએસએલ અને એનડીએસએલ એક્સચેન્જને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સેબીનો આરોપ છે કે, બ્રોકરેજ કંપનીએ તેના ગ્રાહકોની જમા રકમને તેની પેટા કંપની કાર્વી રિયલ્ટીમાં ટ્રાન્સફર કરી હતી.

  • શું છે કાર્વી પર આરોપ?


બ્રોકરેજ કંપની કાર્વી પર 2000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. સેબીના જણાવ્યા મુજબ કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડે તેના ગ્રાહકોના ખાતામાં શેર વેંચીને એપ્રિલ-2016થી ડિસેમ્બર-2019 દરમિયાન 1096 કરોડ રૂપિયા પોતાની સહયોગી કંપની કાર્વી રિયલ્ટીમાં ટ્રાંસફર કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details