કંપનીની સંપત્તિઓનું મૂલ્યાંકન એક બાહ્ય 'Bએસેટ વેલ્યુએર' દ્વારા કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર કંપનીનો હિસ્સો ખરીદવા માટે હરાજી યોજાશે.
ભારત પેટ્રોલિયમની સંપત્તિના મૂલ્યાંકન માટે 50 દિવસની સમય મર્યાદા
નવી દિલ્હી: દેશની બીજા નંબરની સૌથી મોટી ફ્યુઅલ માર્કેટિંગ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) ના ખાનગીકરણ માટેની સમયમર્યાદા નિર્ધારીત કરી છે. સરકારે કંપનીની સંપત્તિનું મૂલ્યાંકન કરી 50 દિવસમાં જાણ કરવાની સુચના આપી છે.
પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ (CCEA) એ 20 નવેમ્બરના રોજ ભારત પેટ્રોલિયમ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SCI), THDC ઇન્ડિયા લિમિટેડ (THDCIL) અને નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ (નેપકો) એ પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચવાના નિર્ણયને મંજૂરી આપી હતી.
આ સિવાય સરકારે કંટેનર કોર્પોરેશન ઓફ ઈંડિયા લિમિટેડમાં પોતાની 54.8 ટકામાંથી 30.8 ટકા ભાગીદારી વેચવાના નિર્ણયને મંજૂરી આપી છે. અધિકારીઓએ જાણકારી આપી કે, આ વિનિવેશની પ્રક્રિયાને 2 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં સંભવિત ખરીદદારો પાસેથી રુચિ પત્રો આમંત્રિત કરવામાં આવશે અને બીજા તબક્કામાં તેમના ઓક્શનને લઈને વાત કરવામાં આવશે.