- કોરાના છતાં 2022ના ઉત્તરાર્ધમાં હવાઈ ટ્રાફિક સ્તર 2019ના સ્તરે પહોંચશે
- બોઇંગ 737 મેક્સ વિમાનને 2 દુર્ઘટનાઓ બાદ 2019માં જમીનદોસ્ત કરાયું
- બોઇંગ 2040 સુધીમાં 2,230 નવા વિમાન ભારત પહોંચાડશે
નવી દિલ્હી:વિમાન નિર્માતા કંપની બોઇંગે બુધવારે પૂર્વાનુમાન લગાવ્યું છે કે, 2022ના ઉત્તરાર્ધમાં ભારતની ડોમેસ્ટિક હવાઈ ટ્રાફિક માંગ પહોંચાને 2030 સુધીમાં તેનું સ્તર મહામારીના પહેલાના સ્તરથી બમણું થવાની સંભાવના છે. બોઇંગ કમર્શિયલ એરોપ્લેન્સના પ્રાદેશિક માર્કેટિંગ મેનેજિંગ ડિરેક્ટર ડેવિડ શુલ્ટેના જણાવ્યા અનુસાર કોરાનાની અસર હોવા છતાં 2022ના ઉત્તરાર્ધમાં હવાઈ ટ્રાફિક સ્તરો 2019ના સ્તરે પહોંચશે. ત્યારે, આંતરરાષ્ટ્રીય ટ્રાફિક વૈશ્વિકનું અનુસરણ કરતા 2030 સુધીમાં પૂર્વ મહામારીને બમણું કરી નાખશે. એક અનુમાન મુજબ, બોઇંગ 2040 સુધીમાં 2,230 નવા વિમાન ભારત પહોંચાડશે. શલ્ટેએ જણાવ્યું હતું કે, આમાંથી 1,960 વિમાન સિંગલ પ્લેન હશે. જ્યારે, 260 વિસ્ટેટ એરક્રાફ્ટ હશે.
આ પણ વાંચો:વીમાન કંપની બોઇંગે પોતાના 777 મોડેલ વિમાનોની હવાઈ સફર રોકવા ભલામણ કરી
90,000 નવા પાઇલટ્સ સહિત કર્મચારીઓની જરૂર
US વિમાન ઉત્પાદકે જણાવ્યું હતું કે, ઉડ્ડયન ક્ષેત્રમાં મહિલાઓની વધતી સંખ્યા સાથે ભારતના નાગરિક ઉડ્ડયન ઉદ્યોગને 20 વર્ષના આગાહીના સમયગાળામાં આશરે 90,000 નવા પાઇલટ્સ, ટેકનીશિયન અને કેબિન-ક્રૂ કર્મચારીઓની જરૂર પડશે.