બજેટ અગાઉ શેરબજારમાં મજબૂતી, સેન્સેકસ 40 હજારને પાર - sharematket
મુંબઈઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમન બજેટ રજૂ કરે તે અગાઉથી જ શેરબજારમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઈ અને એનએસઈ બંનેમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે બીએસઈ શરૂઆતમાં 40,000ને પાર જોવા મળ્યો હતો.

bse
નાણાપ્રધાન નિર્મલા સીતારમન દ્વારા મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ બજેટની રજૂઆત પહેલાં, શેરબજારમાં શુક્રવારે મજબૂત શરૂઆત થઈ હતી. મુખ્ય સુચકાંક સેન્સેક્સ 82.34 પોઇન્ટ વધીને 39,990.40 થયો હતો. જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ વધીને 11,964.75 થઈ હતી. પ્રારંભિક ટ્રેડિંગમાં બીએસઈના 30 શેરોના આધારે સેન્સેક્સ ઇન્ડેક્સ, સવારે 9.47 કલાકે 95.83 પોઇન્ટ મજબુતી સાથે 40,003.89 અને એનએસઇ 50 શેરના આધારિત ઇન્ડેકસ નિફ્ટી 25.40 પોઈન્ટની સપાટીએ વધતા વેપાર 11,972.15 પર જોવા મળ્યો હતો.