નવી દિલ્હી: સ્થાનિક ઓટોમોબાઈલ કંપનીઓના સંગઠન, સિયામના જણાવ્યા અનુસાર, 20 એપ્રિલ પછી આંશિક ધોરણે ઘરેલુ આર્થિક પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરવામાં સૌથી મોટી સમસ્યા મજૂરોની ઉપલબ્ધતા પર આવશે.
અર્થતંત્રની આશિક પુન:પ્રાપ્તિમાં શ્રમની ઉપલબ્ધતા એ સૌથી મોટો પડકાર: સિયામ - અર્થતંત્રની આંશિક પુન:પ્રાપ્તિમાં શ્રમની ઉપલબ્ધતા
સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ (સિયામ)ના પ્રમુખ રાજન વઢારાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, વાહન વ્યવહાર બંધ કરવા સહિતના વિવિધ પડકારો હોવા છતાં વાહન ઉદ્યોગ કામગીરી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે કારખાનાઓમાં સલામતીના વ્યાપક પગલા પણ અપનાવવામાં આવશે.
સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ (સિયામ)ના પ્રમુખ રાજન વઢારાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, વાહન વ્યવહાર બંધ કરવા સહિતના વિવિધ પડકારો હોવા છતાં વાહન ઉદ્યોગ કામગીરી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે કારખાનાઓમાં સલામતીના વ્યાપક પગલા પણ અપનાવવામાં આવશે. તેમનું નિવેદન દેશમાં આર્થિક પ્રવૃત્તિઓને આંશિકરૂપે શરૂ કરવા અને કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ગૃહ મંત્રાલયના તાજેતરના માર્ગદર્શિકા પર આવ્યું છે.
વઢેરાએ જણાવ્યું હતું કે, કામગીરી શરૂ કરતા પહેલા કંપનીઓએ મજૂરની ઉપલબ્ધતા અને સપ્લાય ચેનનાં સંપૂર્ણ સંચાલન સાથે સંબંધિત મુદ્દાઓની ખાતરી કરવી પડશે. તે જ સમયે વાહન ડિલર્સના સ્ટોર સતત બંધ રહેવું પણ એક મોટો પડકાર છે.