ઑટોમોબાઈલ ક્ષેત્રે ડિસકાઉન્ટ અને કિંમતમાં ઘટાડો કરી વેચાણ વધારવા સતત પ્રયત્ન પછી ઑક્ટોબર મહિનામાં ગાડીઓના વેચાણના આંકડા જાહેર કરાયા છે.
દેશની સૌથી વધુ કાર બનાવતી કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયાનું ચાલુ વર્ષે ઑક્ટોબરમાં આંતરિક બજારમાં વેચાણ 4.5 ટકા વધીને 1,53,435 એકમ થઈ હતી. કંપનીએ શુક્રવારે આ વિશે જાણકારી આપી હતી. ઑક્ટોબર 2018માં કંપનીએ 1,46,766 ગાડીઓ વહેચી હતી.
ઑક્ટોબરમાં અશોક લે-લેન્ડના વેચાણમાં 35 ટકા ઘટાડો થયો હતો. હિંદુજા ગૃપની ટોચની કંપની અશોક લે-લેન્ડનાં મોટા વાહનોના કુલ વેચાણ ઑક્ટોબરમાં 35 ટકા ધટીને 9,857 એકમ થયું હતું. ઑક્ટોબર 2018માં કંપનીએ 15,149 વાહન વહેંચ્યા હતા.
ટોયોટા કિર્લોસ્કર મોટરનું કુલ વેચાણ ઑક્ટોબરમાં 5 ટકાનો ધટીને 12,610 એકમ હતી, જ્યારે ઑક્ટોબર 2018માં કંપનીએ 13,245 વાહન વહેંચ્યા હતા.