ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારતે છેલ્લા 10 વર્ષમાં 27.3 કરોડ લોકોને ગરીબીથી ઉપર લાવ્યા: સંયુક્ત રાષ્ટ્ર - ગરીબી અને માનવ વિકાસ

યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) અને ઓક્સફર્ડની ગરીબી અને માનવ વિકાસ પહેલ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, 75 માંથી 65 દેશોમાં 2000 અને 2019 ની વચ્ચે ગરીબીનું સ્તર નોંધપાત્ર રીતે ઘટડ્યું છે.

ભારતમાં ગરીબી સ્તર
ભારતમાં ગરીબી સ્તર

By

Published : Jul 17, 2020, 5:20 PM IST

ન્યૂયોર્ક: ભારતમાં 2005-06થી 2015-16 દરમિયાન 27.3 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ સમયગાળા દરમિયાન અન્ય દેશો કરતા ભારતમાં ગરીબની સંખ્યામાં આ સૌથી મોટો ઘટાડો થયો છે. સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં આપવામાં આ જણાવવામાં આવ્યું છે.

નબળા આરોગ્ય, શિક્ષણનો અભાવ, જીવનધોરણમાં અયોગ્યતા, કામની નબળી ગુણવત્તા, હિંસાનો ખતરો ધમકી અને આ વિસ્તારોમાં રહેવું જે પર્યાવરણીય માટે ખતરનાક છે. 65 દેશોમાંથી 50 દેશોમાં ગરીબીમાં જીવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 27.3 કરોડ લોકો ગરીબીથી ઉપર આવવામાં સફળ થયા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, ચાર દેશો- આર્મેનિયા (2010–2015 / 2016), ભારત (2005/ 2014–15 / 2016), નિકારાગુઆ (2001–2011 / 2012) અને ઉત્તર મેસેડોનિયા (2005/2014) એ તેમના દેશમાં ગરીબીમાં ઘટાડો કર્યો છે. રિપોર્ટ અનુસાર, ચાર દેશોએ તેમનું MPI મૂલ્ય અડધું કરી દીધું અને ગરીબીમાં ઘટાડો થયો છે.

જો કે, એવી આશંકા હતી કે કોરોના વાઇરસથી ગરીબીમાં વધારો થઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details