ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારતમાં એમેઝોન 20 હજાર લોકોને અસ્થાયી નોકરી આપશે, 12 પાસ પણ કરી શકે અપ્લાય - એમેઝોનની 20,000 નવી ભરતી કરવાની જાહેરાત

દિગ્ગજ ઈ-કૉમર્સ કંપની એમેઝોન ભારતે વેકેશનના સમયમાં ગ્રાહકોની સંખ્યા વધવાની આશા વ્યક્ત કરી છે. જેથી એમેઝોને 20,000 નવી ભરતી કરવાની જાહેરાત કરી છે.

ETV BHARAT
ભારતમાં એમેઝોન 20 હજાર લોકોને અસ્થાયી નોકરી આપશે, 12 પાસ પણ કરી શકે એપ્લાય

By

Published : Jun 28, 2020, 8:05 PM IST

નવી દિલ્હીઃ ઈ-કૉમર્સ કંપની એમેઝોન ઈન્ડિયાએ રવિવારે કહ્યું કે, તે ભારત અને અન્ય દેશોમાં ગ્રાહકોની મદદ કરવા માટે ગ્રાહક સેવા સંગઠનમાં 20,000 લોકોને અસ્થાયીરૂપે નોકરી આપવા જઇ રહ્યું છે.

કંપનીએ કહ્યું કે, ગ્રાહકોની વધતી માગને ધ્યાનમાં રાખીને તે નિમણૂક કરવા માગે છે. આવનારા 6 મહિનામાં હૈદરાબાદ, પુણે, કોયમ્બતુર, નોઈડા, કોલકત્તા, જયપુર, ચંડીગઢ, મેંગલુરૂ, ઈન્દોર, ભોપાલ અને લખનઉમાં નિમણૂક કરવામાં આવશે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, મોટા ભાગના પદ એમેઝોનના 'વર્ચુઅલ ગ્રાહક સેવા' કાર્યક્રમનો ભાગ છે. જેના હેઠળ ઘરેથી કામ કરવાની સુવિધા આપવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત

પદોની ન્યૂનતમ લાયકાત 12 પાસ છે. આ ઉપરાંત ઉમેદવારની ઓછામાં ઓછી હિન્દી, અંગ્રેજી, તામિલ, તેલુગુ અથવા કન્નડ ભાષામાં પકડ હોવી જરૂરી છે.

આ લોકો માટે ઓફિસથી કામ કરવા ઉપરાંત વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ પણ રહેશે. આ લોકો ઈ-મેઈલ, ચેટ, સોશિયલ મીડિયો અને ફોનના માધ્યમથી ગ્રાહકોને સેવા આપશે.

એમેઝોનના ડિરેક્ટર (ગ્રાહક સેવા) અક્ષય પ્રભુએ કહ્યું કે, અમે અવાર-નવાર ગ્રાહકોની વધતી માગને લઇને ગ્રાહક સેવા સંગઠનની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે મૂલ્યાંકન કરી રહ્યાં છીંએ. અમારો અંદાજ છે કે, આવનારા 6 મહિનામાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એમેઝોને કહ્યું હતું કે, ભારતાં 2025 સુધી કંપની 10 લાખ લોકોને રોજગારી આપવાની તૈયારી કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details