નવી દિલ્હી : હવે ટ્રેનની ટિકિટ એમેઝોન ઇન્ડિયા દ્વારા પણ બુક કરાવી શકાશે. એમેઝોન તેમની વેબસાઈટ પર ટિકીટ રિઝર્વેશન માટે પ્રથમ ટ્રેન ટિકીટ બુકિંગ પર 10 ટકા કૈશબૈક આપશે. જે 100 રુપિયા સુધીનો હશે. પ્રાઈમ મેમ્બર્સને 12 ટકા કેશબેક મળશે. કૈશબૈકની ઓફર સમિતિ મર્યાદિત સમય માટે માન્ય છે. આપને જણાવી દઈએ કે, આ એક લિમિટેડ પીરિયડ ઓફર હશે. એમેઝોન ટ્રેન બુકિંગ ફીચર Android અને iOS બંન્ને વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.
હવે Amazon પરથી પણ થઈ શકશે ટ્રેનની ટિકિટ બુક, સાથે કેશબેકની ઓફર પણ - એમેઝોનના પ્લેટફૉમ
ટુંક સમયમાં જ તમે એમેઝોન (Amazon.in) દ્વારા ટ્રેનની ટિકીટ બુક કરી શકશો. જેની સુવિધા માટે એમેઝોન ઈન્ડિયા અને IRCTC વચ્ચે ભાગેદારી થઈ છે. હવે તમે સીધી એમેઝોનની વેબસાઈટ પરથી ટિકીટ રિઝર્વેશન કરી શકશો.
એમેઝોન પર એક અન્ય ટ્રાવેલ કેટેગરીને પણ જોડવામાં આવી છે. જે ગ્રાહરો માટે ફલાઈટ, બસ અને ટ્રેન ટિકીટ બુકિંગ માટે વન-સ્ટૉપ-શૉપની ઓફર આપવામાં આવે છે.અહીંથી ટિકિટ બુક કરાવવા પર, તમને આ એપ્લિકેશન પર પીએનઆર સ્ટેટ્સ ચેકિંગ, લાઇવ ટ્રેન ટ્રેકિંગ, ટિકિટ ડાઉનલોડ કરવાની સુવિધા પણ મળશે. એમેઝોનથી ચૂકવણી કરનારા ગ્રાહકોને ટિકિટ રદ થતાં તાત્કાલિક રિફંડ મળશે.
એમેઝોનના પ્લેટફૉમ પર તમે એક સાથે 6 લોકો માટે ટ્રેનની ટિકીટ બુક કરી શકશો. તત્કાલ ટિકીટ બુકિંગ માટે એક ટ્રાન્જેકશનમાં 4 લોકો માટે ટિકીટ બુક કરી શકાય છે.