ગુજરાત

gujarat

ETV Bharat / business

અજય ભૂષણ પાંડેની નાણા સચિવ તરીકે નિમણૂંક કરાઈ - નાણા સચિવ તરીકે નિમણુક

કર્મચારી મંત્રાલયના જણાવ્યા મુજબ કેબીનેટની નિમણૂંક સમિતિએ મહારાષ્ટ કેડરના 1984 બેન્ચના IAS અધિકારીને નાણા સચિવ તરીકે નિમણૂંક કરવાની મંજૂરી આપી દીધી છે.

અજય ભૂષણ પાંડેની નાણા સચિવ તરીકે નિમણૂંક કરાઈ
અજય ભૂષણ પાંડેની નાણા સચિવ તરીકે નિમણૂંક કરાઈ

By

Published : Mar 3, 2020, 9:12 PM IST

નવી દિલ્હીઃ મહેસુલ સચિવ એ.બી. પાંડેની મંગળવારે નાણા સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. નાણા મંત્રાલયના સચિવોમાં જે સૌથી વરિષ્ઠ હોય છે તેની નાણા સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવે છે. મંત્રાલયના જણાવ્યા મુજબ કેબીનેટની નિમણૂંક સમિતિએ મહારાષ્ટ્ર કેડરના 1984ના બેન્ચના IAS અધિકારીને નાણા સચિવ તરીકે નિમણૂંક કરવાની મંજૂરી આપી છે.

અજય ભૂષણ પાંડે હાલમાં નાણા મંત્રાલયમાં મહેસુલ સચિવ છે. આ પહેલા તેઓ આધાર કાર્ડ ઈશ્યૂ કરનારી સંસ્થા યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં વર્ષ 2010થી 2018 સુધી CEOના પદે કાર્યરત હતાં. અજય ભૂષણ પાંડે GSTના મુદ્દાઓ ઉપર પણ સારી પકડ ધરાવે છે.

ABOUT THE AUTHOR

...view details