ગુજરાત

gujarat

ETV Bharat / business

એરટેલ-જિયોએ સ્પેક્ટ્રમ વેપાર કરારની ઘોષણા કરી

રિલાયન્સ જિયો 800 મેગાહર્ટઝ બેન્ડમાં આંધ્રપ્રદેશમાં 3.75, દિલ્હીમાં 1.25 અને મુંબઈમાં 2.50 મેગાહર્ટઝનો ઉપયોગ કરીને તેના ગ્રાહકોને સારી સેવાઓ પ્રદાન કરી શકશે. રિલાયન્સ જિયો પાસે આ 3 વર્તુળોમાં કુલ 7.5 મેગાહર્ટઝ અતિરિક્ત સ્પેક્ટ્રમ ઉપલબ્ધ હશે.

એરટેલ-જિયોએ સ્પેક્ટ્રમ વેપાર કરારની ઘોષણા કરી
એરટેલ-જિયોએ સ્પેક્ટ્રમ વેપાર કરારની ઘોષણા કરી

By

Published : Apr 7, 2021, 7:07 AM IST

  • દૂરસંચાર વિભાગ દ્વારા જારી કરાયેલા સ્પેક્ટ્રમ ટ્રેડિંગની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવ્યો
  • તમામ નિયમનકારી અને કાયદાકીય મંજૂરીઓ પછી જ કરાર અમલમાં આવશે
  • નવા સ્પેક્ટ્રમના ઉમેરા સાથે રિલાયન્સ જિયોની માળખાગત સુવિધાઓ અને નેટવર્ક ક્ષમતા વધુ સારી થશે

નવી દિલ્હી: રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે ભારતી એરટેલ લિમિટેડ સાથેના સ્પેક્ટ્રમ ટ્રેડિંગ કરાર હેઠળ આંધ્રપ્રદેશ, દિલ્હી અને મુંબઈ વર્તુળોના 800 મેગાહર્ટઝ બેન્ડમાં સ્પેક્ટ્રમ રાઇટ્સ ખરીદ્યા છે.

રિલાયન્સ જિયો પાસે આ 3 વર્તુળોમાં કુલ 7.5 મેગાહર્ટઝ અતિરિક્ત સ્પેક્ટ્રમ ઉપલબ્ધ હશે

રિલાયન્સ જિયો 800 મેગાહર્ટઝ બેન્ડમાં આંધ્રપ્રદેશમાં 3.75, દિલ્હીમાં 1.25 અને મુંબઈમાં 2.50 મેગાહર્ટઝનો ઉપયોગ કરીને તેના ગ્રાહકોને સારી સેવાઓ પ્રદાન કરી શકશે. રિલાયન્સ જિયો પાસે આ 3 વર્તુળોમાં કુલ 7.5 મેગાહર્ટઝ અતિરિક્ત સ્પેક્ટ્રમ ઉપલબ્ધ હશે. આ વેપાર કરાર દૂરસંચાર વિભાગ દ્વારા જારી કરાયેલા સ્પેક્ટ્રમ ટ્રેડિંગની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવ્યો છે. તમામ નિયમનકારી અને કાયદાકીય મંજૂરીઓ પછી જ કરાર અમલમાં આવશે. રિલાયન્સ જિયો સ્પેક્ટ્રમની ખરીદી માટે કુલ 1,497 કરોડ ચૂકવશે. જેમાં સ્થગિત ચૂકવણી હેઠળ સમાયોજિત 459 કરોડની ચૂકવણીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:ટેલિકોમ વિભાગે 5જી સ્પેક્ટ્રમ હરાજી માટે એજન્સીઓ પાસેથી બોલીઓ મંગાવી

વર્તુળોમાં આધારિત સ્પેક્ટ્રમ ગ્રાહક સેવાઓને મજબૂત કરવામાં આવશે

સ્પેક્ટ્રમના ઉપયોગ માટેના કરાર બાદ રિલાયન્સ જિયો પાસે મુંબઈ વર્તુળમાં 800 મેગાહર્ટઝ બેન્ડમાં 2 ગણું 15 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ અને આંધ્રપ્રદેશ અને દિલ્હી વર્તુળોમાં 800 મેગાહર્ટઝ બેન્ડમાં 2 ગણું 10 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ હશે. આ વર્તુળોમાં આધારિત સ્પેક્ટ્રમ ગ્રાહક સેવાઓને મજબૂત કરવામાં આવશે. જિયોએ કહ્યું કે, અપેક્ષા છે કે નવા સ્પેક્ટ્રમના ઉમેરા સાથે રિલાયન્સ જિયોની માળખાગત સુવિધાઓ અને નેટવર્ક ક્ષમતા વધુ સારી થશે.

આ પણ વાંચો:ટેલિકોમ ક્ષેત્રને 2 વર્ષના સ્પેક્ટ્રમ ચુકવણીથી રાહત મળશે: સીઓએઆઈ

ABOUT THE AUTHOR

...view details