નવી દિલ્હી:યુરોપિયન એરક્રાફ્ટ નિર્માતા એરબસ તેના વિશાળ કદના એરક્રાફ્ટની ખરીદીના કરાર માટે ટાટા (Tata Airlines) જૂથ અને અન્ય ભારતીય એરલાઇન્સ સાથે વાતચીત કરી રહી છે. એરબસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (ભારત અને દક્ષિણ એશિયા) રેમી મેલાર્ડે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. ટાટા જૂથ એર ઈન્ડિયા (Air India), એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express), વિસ્તારા અને એરએશિયા ઈન્ડિયા (AirAsia India) સહિત ચાર ભારતીય એરલાઈન્સનું સંચાલન કરે છે.
આ પણ વાંચો:એર ઈન્ડિયાને મે-જૂનમાં મળી શકે છે નવા ખરીદદાર
એર ઈન્ડિયાના નવા માલિક ટાટા એરબસના ગ્રાહક છે :A350XWB, એરબસના કદના વિશાળ એરક્રાફ્ટમાં ઘણી મોટી ઇંધણ ટાંકી છે, જે તેને નાના એરક્રાફ્ટ કરતાં લાંબા અંતરને કવર કરવાની મંજૂરી આપે છે. A350XWB એરક્રાફ્ટ ડીલ માટે એરબસ ટાટા અને અન્ય ભારતીય એરલાઇન્સ સાથે વાત કરી રહી છે. મેલાર્ડે જણાવ્યું હતું કે, તમામ એરલાઇન્સ સાથે લાતો ચાલુ છે. એર ઈન્ડિયાના (Air India) નવા માલિક ટાટા (Tata Airlines) પહેલાથી જ એરબસના ગ્રાહક છે. મેલાર્ડે જણાવ્યું હતું કે, ટાટા સંરક્ષણ વ્યવસાયમાં એરબસના ભાગીદાર પણ છે.
વિંગ્સ ઇન્ડિયા 2022માં A220 એરક્રાફ્ટનું સ્કેલ મોડલ પ્રદર્શિત કરશે : A350 વિશાળ કદનું એરક્રાફ્ટ છે, જ્યારે A220 પ્રમાણમાં નાનું એરક્રાફ્ટ છે. વિશાળ કદના એરક્રાફ્ટ લાંબા અંતરની મુસાફરી કરી શકે છે. એર ઈન્ડિયા અને વિસ્તારાના કાફલામાં હજુ પણ વિશાળ કદના એરક્રાફ્ટ છે. એરબસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર યોજાનારી વિંગ્સ ઇન્ડિયા 2022માં (Wings India 2022) A220 એરક્રાફ્ટનું સ્કેલ મોડલ પણ પ્રદર્શિત કરશે.
આ પણ વાંચો:Delhi HC dismisses Subramanian Swamys PIL: દિલ્હી હાઈકોર્ટે AIની ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને રદ કરવાની માગ કરતી સુબ્રમણ્યમ સ્વામીની PIL ફગાવી
ભારતીય એરલાઇન્સ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ :એરબસ ઈન્ડિયા અને દક્ષિણ એશિયાના પ્રમુખ રેમી મેલાર્ડે જણાવ્યું હતું કે, A350 સૌથી ઓછા ઈંધણ વપરાશ સાથે સૌથી મોટી શ્રેણીની ક્ષમતા પ્રદાન કરે છે. આકર્ષક લાંબા ફ્લાઇટ સેગમેન્ટમાં ભારતીય એરલાઇન્સ માટે તે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. મેલાર્ડના જણાવ્યા મુજબ આ બજાર હિસ્સો મેળવવા અને તેની કામગીરીને નફાકારક બનાવવાની ઓફર કરે છે. એરબસ માને છે કે A350 એરક્રાફ્ટ લાંબા અંતરની મુસાફરીના ભવિષ્યને આકાર આપશે. મેલાર્ડે કહ્યું કે, અમને વિંગ્સ ઇન્ડિયા 2022માં (Wings India 2022) A350 એરક્રાફ્ટનું પ્રદર્શન કરવામાં ખુશી થશે.