ગુજરાત

gujarat

ETV Bharat / business

એર ઇન્ડિયા 2 ઑક્ટોબરથી પ્લાસ્ટિક ઉત્પાદનો પર લગાવશે પ્રતિબંધ

નવી દિલ્હી: એર ઈન્ડિયા 2 ઑક્ટોબરથી તેની તમામ ફ્લાઇટ્સમાં પ્લાસ્ટિકના ઉત્પાદનો, જેમ કે બેગ, કપ અને સ્ટ્રો પર પ્રતિબંધ મૂકશે. પહેલા તબક્કામાં આ નિયમ એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એલાયન્સ એરની તમામ ફ્લાઇટ્સ પર લાગુ કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં તેને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લાગુ કરવામાં આવશે.

jk

By

Published : Aug 29, 2019, 4:30 PM IST

ગુરુવારે એર ઇન્ડિયાના પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર અશ્વની લોહાનીએ જણાવ્યું હતું કે, "2 ઑક્ટોબરથી અમે એર ઈન્ડિયા અને ઓછી કિંમતની પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવીશું."

વિશેષ ભોજન માટે, એરલાઇન પ્લાસ્ટિકની કટલરીની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી સન્ટી વૂડ કટલેરીનો ઉપયોગ કરશે.

કર્મચારીઓના ફૂડ કટલેરીને હળવા વજનવાળા સ્ટીલના કટલેરી સાથે બદલવામાં આવશે અને પ્લાસ્ટિકના ટંબલરને કાગળના સંસ્કરણોથી બદલવામાં આવશે.

એરક્રાફ્ટમાં પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવાના પગલાં

  • કેળાની ચિપ્સ અને સેન્ડવિચ હાલમાં પ્લાસ્ટિકના પાઉચમાં પેક કરવામાં આવ્યા છે, જેના બદલે હવે બટર પેપરના પાઉચથી પેક કરવામાં આવશે.
  • વિશેષ ભોજન માટે, મુસાફરો દ્વારા પ્રી-ઓર્ડર અને પેમેન્ટ કરવામાં આવે છે. જેના માટે પ્લાસ્ટિકના કટલરીની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી સન્ટી વૂડ કટલરીનો ઉપયોગ કરાશે.
  • કર્મચારીઓના 'ફૂડ કટલરી'ને હળવા વજનવાળા સ્ટીલના કટલરી સાથે બદલવામાં આવશે.
  • પ્લાસ્ટિકના ટંબલરને કાગળના ટંબલર સાથે બદલવામાં આવશે.
  • પ્લાસ્ટિકના ચા ના કપને મજબૂત પેપર કપથી બદલવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details