ગુજરાત

gujarat

ETV Bharat / business

Air India Handed Over To TATA: ટાટા ગ્રુપને સોંપવામાં આવી એર ઈન્ડિયા, 69 વર્ષ બાદ થઈ ઘર વાપસી - air india assets holding ltd

એર ઈન્ડિયા ટાટા જૂથને સોંપવામાં (Air India Handed Over To TATA) આવી છે. દીપમ સચિવ તુહિન કાંત પાંડે અને ટાટાના ચેરમેન ચંદ્રશેખરને નિવેદન આપ્યું હતું કે, એર ઈન્ડિયાના વિનિવેશની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ટાટાને દેશમાં 4,400 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ, 1800 ઈન્ટરનેશનલ લેન્ડિંગ અને પાર્કિંગ સ્પેસ મળશે.

Air India Handed Over To TATA: ટાટા ગ્રુપને સોંપવામાં આવી એર ઈન્ડિયા, 69 વર્ષ બાદ થઈ ઘર વાપસી
Air India Handed Over To TATA: ટાટા ગ્રુપને સોંપવામાં આવી એર ઈન્ડિયા, 69 વર્ષ બાદ થઈ ઘર વાપસી

By

Published : Jan 27, 2022, 10:05 PM IST

નવી દિલ્હી: એર ઈન્ડિયા ટાટા જૂથને સોંપવામાં (Air India Handed Over To TATA) આવી. દીપમ સેક્રેટરી તુહિન કાંત પાંડે અને ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને નિવેદન આપ્યું હતું કે, એર ઈન્ડિયાના વિનિવેશની પ્રક્રિયા (Air India Disinvestment Process) પૂર્ણ થઈ ગઈ છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું કે, ગ્રુપ એર ઈન્ડિયાને ફરીથી મેળવીને ખૂબ જ ખુશ છે. ચંદ્રશેખરને કહ્યું, 'અમે ખુશ છીએ કે એર ઈન્ડિયાના અધિગ્રહણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.'

ટેલેસે પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી એર ઇન્ડિયા

તેમણે કહ્યું કે, અમે ટાટા જૂથમાં એર ઈન્ડિયાને પાછી મેળવીને ખૂબ જ ખુશ છીએ. અમે તેને વિશ્વ કક્ષાની એરલાઇન બનાવવા માટે દરેક સાથે કામ કરવા આતુર છીએ. ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગ (Department of Investment and Public Asset Management)ના સચિવ તુહિન કાંત પાંડેએ પત્રકારોને જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાને ટાટા ગ્રૂપની પેટાકંપની ટેલેસે પ્રાઇવેટ લિમિટેડને (talace pvt ltd tata) સોંપવામાં આવી છે, જે સફળ બિડર છે. પાંડેએ કહ્યું, હવે એરલાઈનના નવા માલિક ટેલેસ છે.

ટેલેસ ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની

એર ઈન્ડિયાને સત્તાવાર રીતે ટાટા ગ્રૂપને સોંપવામાં આવે તે પહેલાં ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

આ પહેલા ટાટા સન્સના ચેરમેન (Chairman of Tata Sons) PM મોદીને મળ્યા હતા. એર ઈન્ડિયાને સત્તાવાર રીતે ટાટા ગ્રૂપને સોંપવામાં આવે તે પહેલાં ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ટેલેસ પ્રાઈવેટ લિમિટેડે ગયા વર્ષે એર ઈન્ડિયામાં ભારત સરકારનો 100 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદવા માટે એર ઈન્ડિયા SATS (Air India SATS) એરપોર્ટ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ (airport services pvt ltd) અને AIXLની બિડ જીતી હતી. ટેલેસ ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.

આ પણ વાંચો:IPL Breaking: IPLને આ વખતે VIVOની બદલે TATA કરશે સ્પોન્સર

એર ઈન્ડિયા 2019-20માં રૂ. 38,366.39 કરોડની દેવાદાર હતી

એક અંદાજ મુજબ, લગભગ 58 હજાર કરોડના દેવા હેઠળ દબાયેલી એર ઈન્ડિયાને નાણાકીય વર્ષ 2018-19માં પણ લગભગ સાડા આઠ હજાર કરોડનું નુકસાન થયું હતું. એર ઈન્ડિયા 2019-20માં રૂ. 38,366.39 કરોડની દેવાદાર હતી. આ લોનની રકમ વાસ્તવમાં રૂ. 60,000 કરોડથી વધુ હતી, પરંતુ રોકાણકારોને આકર્ષવા માટે સરકારે કંપનીની રૂ. 22,064 કરોડની લોન એર ઈન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડ (air india assets holding ltd)ને ટ્રાન્સફર કરી હતી.

ટાટાને એર ઈન્ડિયા એક્સપ્રેસ પર 100% નિયંત્રણ મળશે

એર ઈન્ડિયાના વિનિવેશની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટાટાને દેશમાં 4,400 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ, 1800 ઈન્ટરનેશનલ લેન્ડિંગ અને પાર્કિંગ સ્પેસ મળશે. આ ઉપરાંત પાર્કિંગની ફાળવણી પર નિયંત્રણ આપવામાં આવશે. ટાટાને એર ઈન્ડિયાની સસ્તી ઉડ્ડયન સેવા - એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express)પર 100% નિયંત્રણ પણ મળશે. ટાટાને એર ઈન્ડિયાના એર બિઝનેસમાં 13 ટકા અને વિદેશમાં 18.6 ટકા હિસ્સો મળશે. ટાટા રૂ. 52,352.18 કરોડની સંપત્તિનું પણ હકદાર બનશે. એર ઈન્ડિયાના કાફલામાં કુલ 127 એરક્રાફ્ટ છે. મુંબઈમાં એર ઈન્ડિયા બિલ્ડિંગ અને દિલ્હીમાં એરલાઈન્સ હાઉસ પણ ટાટા ગ્રુપને સોંપવામાં આવશે.

29 જુલાઈ 1946ના નામ બદલીને એર ઈન્ડિયા લિમિટેડ કરાયું

જેઆરડી ટાટાએ 1932માં એર ઈન્ડિયાની શરૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જેઆરડી ટાટાએ 1932માં એર ઈન્ડિયાની શરૂઆત કરી હતી. પરંતુ તે સમયે તેનું નામ ટાટા એરલાઇન હતું. 15 ઓક્ટોબર 1932ના રોજ જેઆરડી ટાટાએ પોતે કરાચીથી મુંબઈની આની પ્રથમ ફ્લાઇટ લીધી હતી. એરલાઈન્સે 1933માં કોમર્શિયલ સર્વિસ શરૂ કરી હતી. પ્રથમ વર્ષમાં, કંપનીએ 1,60000 માઇલની મુસાફરી કરી, 155 મુસાફરો સાથે 9.72 ટન સામાન વહન કર્યો અને કુલ 60 હજાર રૂપિયાની કમાણી કરી. બીજા વિશ્વ યુદ્ધ પછી, 29 જુલાઈ 1946ના રોજ ટાટા એરલાઈનનું નામ બદલીને એર ઈન્ડિયા લિમિટેડ રાખવામાં આવ્યું. આ સાથે નવા મસ્કત મહારાજાએ પણ એરલાઈનમાં એન્ટ્રી લીધી હતી. મહારાજાનું નવનિર્માણ 2015માં થયું હતું. વર્ષ 1947માં ભારત સરકારે એર ઈન્ડિયામાં 49 ટકા હિસ્સો લીધો હતો. અહીંથી એર ઈન્ડિયામાં સરકારી હસ્તક્ષેપ શરૂ થયો.

આ પણ વાંચો:Tata Group: ટાટાની ભાવિ રણનીતિમાં ચાર યોજના પર કામ, કોરોના અનુસાર તૈયારી: ચેરમેન ચંદ્રશેખરન

જેઆરડી ટાટાએ એર ઈન્ડિયાના રાષ્ટ્રીયકરણનો વિરોધ કર્યો હતો

1948માં એર ઈન્ડિયાએ મુંબઈ અને લંડન વચ્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવા શરૂ કરી.

1948માં એર ઈન્ડિયાએ મુંબઈ અને લંડન વચ્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવા શરૂ કરી. એર કોર્પોરેશન એક્ટ હેઠળ 1953માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ જેઆરડી ટાટા 1977 સુધી તેના ચેરમેન રહ્યા હતા. એવું કહેવાય છે કે, જેઆરડી ટાટાએ તેના રાષ્ટ્રીયકરણનો વિરોધ કર્યો હતો. વિરોધમાં તેમણે તત્કાલિન વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. 100 ટકા હિસ્સો ખરીદ્યા પછી સરકારે તેને 2 ભાગમાં વહેંચી દીધી. સ્થાનિક સેવા માટે ઈન્ડિયન એરલાઈન્સની રચના અને વિદેશી ફ્લાઇટ માટે એર ઈન્ડિયા બનાવવામાં આવી. 1960માં બોઇંગ આ યુનિટમાં શામેલ થયા. 1962માં તે વિશ્વની પ્રથમ ઓલ-જેટ એરલાઈન કંપની બની.

રતન ટાટાએ ટ્વીટ કરીને લખ્યું- વેલકમ બેક એર ઈન્ડિયા

ઉલ્લેખનીય છે કે, 8 ઓક્ટોબર, 2021ના રોજ એર ઈન્ડિયાના વિનિવેશની પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ટાટા સન્સને એર ઈન્ડિયાની કમાન મળી છે. આ માહિતી દીપમ સેક્રેટરી તુહિન કાંત પાંડેએ આપી હતી. એર ઈન્ડિયાની કમાન મળ્યા બાદ ચેરમેન એમિરેટ્સ રતન ટાટાએ ટ્વીટ કરીને લખ્યું કે ,વેલકમ બેક એર ઈન્ડિયા.

ABOUT THE AUTHOR

...view details