ગુજરાત

gujarat

ETV Bharat / business

ટ્રેડ વૉરઃ ટ્રમ્પની ધમકી પછી ચીન જવાબી પગલા લેશે

પેઈચિંગ- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ચીને વળતો પ્રહાર કર્યો છે. બંને દેશો વચ્ચે ટ્રેડ વૉર વરવું સ્વરૂપ ધારણ કરે તે નક્કી થઈ ગયું છે. ટ્રમ્પે ચીનને 200 અબજ ડૉલરના ચીનના સામાનની આયાત પર ડ્યૂટી વધારવાની ધમકી આપી દીધી છે. હવે ચીને તેના જવાબી કાર્યવાહીમાં ચેતવણી પણ આપી દીધી છે.

By

Published : May 9, 2019, 4:43 PM IST

Updated : May 9, 2019, 5:09 PM IST

ટ્રેડ વૉરઃ ટ્રમ્પની ધમકી પછી ચીન જવાબી પગલા લેશે

વધુમાં જણાવવાનું કે, બંને દેશની વચ્ચે વેપારી સંબધોમાં સર્જાયેલી તંગદિલી દૂર કરવા માટે 11મા દોરની અતિમહત્વની બેઠક આજે અને કાલે યોજાવાની છે. દુનિયાની નજર આ બેઠક પર મંડાયેલી છે.

ચીનના ઉપ વડાપ્રધાન લિયૂ હે અને અમેરિકાના વેપારી પ્રતિનિધિ રોબર્ટ લાઈટાઈઝર અને અમેરિકાના નાણાપ્રધાન સ્ટીવ મેનુચિનની વચ્ચે વોશિગટનમાં 9-10 મે ના ચર્ચા થશે. આ ચર્ચા પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ચીનના 200 અબજ ડૉલરના મુલ્યના ઉત્પાદકો પર આયાત ડયૂટી 10 ટકાથી વધારીને 25 ટકા કરી દેશે.

ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાના આ પગલાની સામે દુઃખ વ્યક્ત કર્યું છે, અને કહ્યું તે કે આવું થશે તો તેઓ જવાબી પગલા ભરશે. મંત્રાલયે કહ્યું છે તે ચીન આ અંગે દુઃખ વ્યક્ત કરે છે અને અમેરિકા તરફથી ડયૂટી વધારવાના નિર્ણય પછી તેઓ જવાબી પગલા ભરશે.

Last Updated : May 9, 2019, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details