આ સિક્કાઓની ખાસિયતની જો વાત કરીએ તો અંધજનોને ધ્યાને રાખીને આ સિક્કાની બનાવટ કરવામાં આવી છે. અંધજનો આ સિક્કાની સરળ ઓળખ અને ઉપયોગ કરી શકે તે રીતે બનાવવામાં આવ્યા છે. આ સિક્કામાં એક અલગ પ્રકારે લીપિનો ઉપયોગ કરાયો છે, જેથી અંધજનો તેનો સરળતાથી ઉપયોગ કરી શકે. તેથી કહી શકાય કે, સરકાર દ્વારા ખાસ કરીને અંધજનો પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.
નાણાપ્રધાને નવા સિક્કાની કરી જાહેરાત, જાણો શું છે વિશેષતા
ન્યૂઝ ડેસ્કઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે, ત્યારે સિક્કાઓની નવી સીરિઝ બહાર પાડવાની જાહેરાત કરી છે. આ નવી સીરિઝમાં 1 રુપિયાનો સિક્કો, 2 રુપિયાનો સિક્કો, રુપિયા 5, 10 અને 20 રુપિયાના સિક્કાની જાહેરાત કરવામાં આવી છે.
ફાઇલ ફોટો
તો આ સિક્કાની નવી સીરિઝ ટૂંક સમયમાં જ બજારમાં ફરતી થશે, ત્યારે આ સિક્કાની લોકોને રાહ રહેશે.