- દેશ માટે ઑડિટ મહત્વપૂર્ણ, મજબૂત વ્યવસ્થા જરૂરી
- સાર્વજનિક ખર્ચના નિર્ણય આ રિપોર્ટ પર આધારિત
- પહેલાથી વધારે આર્થિક નિર્ણયો કરવામાં આવી રહ્યા છે
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) સોમવારના જણાવ્યું કે, અનુકૂળ અર્થવ્યવસ્થા માટે નિષ્પક્ષ અને મજબૂત ઑડિટ વ્યવસ્થા (Audit system) જરૂરી છે, કેમકે આનાથી નાગરિકોમાં ભરોસો પેદા થાય છે. તેમણે નેશનલ એકેડમી ઑફ ઑડિટ એન્ડ એકાઉન્ટ્સ (National Academy of Audit and Accounts)માં અધિકારીઓને સંબોધિત કરતા કહ્યું કે, ઑડિટ દેશ માટે મહત્વપૂર્ણ છે, કેમકે સાર્વજનિક ખર્ચના નિર્ણય આ રિપોર્ટ પર આધારિત હોય છે.
ઑડિટની ગુણવત્તામાં સુધારાની જરૂરિયાત
તેમણે કહ્યું કે, ઉપલબ્ધ આંકડાઓના આધાર પર પહેલાથી વધારે આર્થિક નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. આ કારણે ખોટી જાણકારીના કારણે અપેક્ષાથી નીચો નિર્ણય થઈ શકે છે. તેમણે કહ્યું કે, ઑડિટની ગુણવત્તામાં સુધારાની જરૂરિયાત છે. આ કારણે રિઝર્વ બેંકો અને નાણાકીય સંસ્થાઓની ઑડિટમાં સુધારા માટે ઇન્સ્ટિટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયાની સલાહથી અનેક પગલા ઉઠાવવામાં આવ્યા છે.