ગુજરાત

gujarat

ETV Bharat / business

2018-19માં ટેલિકોમ આવકમાં 7 ટકાનો ઘટાડો: સરકાર - ટેલિકોમ આવક

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, ટેલિકમ્યુનિકેશન વિભાગ દ્વારા ટેલિકોમ ક્ષેત્રે તાજેતરમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે બેઠક યોજી હતી. રાજ્યસભામાં કહ્યું કે, ટેલિકમ્યુનિકેશન વિભાગથી સરકારને મળનાર આવકમાં ગત વર્ષ 2019માં 7 ટકા ધટાડો થયો છે.

નવી દિલ્હી
etv bharat

By

Published : Dec 12, 2019, 11:27 PM IST

ટેલિકોમ મંત્રાલયે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, (ટ્રાઇ)ની પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર, ટેલિકોમ સર્વિસ સેક્ટર માટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ 2018-19માં 1,44,681 કરોડ હતી. 2017-18માં તે 1,55,680 કરોડ રહ્યો હતો. જે આવકમાં 7.06 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. જવાબમાં કહ્યું કે, ગ્રાહક દીઠ સરેરાશ આવક (એઆરપીયુ) 2017-18માં 124.85 થી ઘટીને માર્ચ 2019 માં 71.39 રૂપિયા થયો છે.

પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ટેલિકોમ ક્ષેત્રે આવતી સમસ્યાઓ અંગે તાજેતરમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે બેઠક યોજી હતી. કેબિનેટ સચિવની અધ્યક્ષતા હેઠળની કેબિનેટ કમિટી (સીઓએસ)એ ટેલિકોમ ક્ષેત્રને લગતા મુદ્દાઓ પર પણ વિચારણા કરી.

સીઓએસની ભલામણને આધારે સરકારે 2020-21 અને 2021-22 માટે સ્પેક્ટ્રમ હરાજીના ઇન્સ્ટોલેશનની ચુકવણી માટે મોકૂફ રાખવાની મંજૂરી આપી હતી. જેના કારણે ટેલિકોમ સર્વિસ સેક્ટરને આર્થિક તણાવનો સામનો કરવો પડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details