ગુજરાત

gujarat

ETV Bharat / business

ટેલિકોમ વિભાગે 5જી સ્પેક્ટ્રમ હરાજી માટે એજન્સીઓ પાસેથી બોલીઓ મંગાવી

નવી દિલ્હી: ટેલિકોમ વિભાગે 4.98 લાખ કરોડ રૂપિયાની કિંમતના 8526 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમની ઇ-હરાજી કરાવવાને લઇને એજન્સિઓને બોલીઓ લગાવવા આમંત્રીત કરાઇ છે. તેમાં કેટલીક સ્પેક્ટ્રમ 5જી સેવાઓ માટે યોગ્ય ગણવામાં આવી રહી છે.

ટેલિકોમ વિભાગે 5જી સ્પેક્ટ્રમ હરરાજી માટે એજન્સીઓ પાસેથી બોલીઓ મંગાવાઇ
ટેલિકોમ વિભાગે 5જી સ્પેક્ટ્રમ હરરાજી માટે એજન્સીઓ પાસેથી બોલીઓ મંગાવાઇ

By

Published : Dec 14, 2019, 10:56 AM IST

Updated : Dec 14, 2019, 12:17 PM IST

ટેલિકોમ વિભાગે આગ્રહ પ્રસ્તાવ(RFP)ના અનુસાર ઇચ્છુક કંપનીઓ પોતાની બોલિઓ 13 જાન્યુઆરી સુધી આપી શકે છે. તેના માટે નાણાકીય બોલીઓને 24 જાન્યુઆરીના રોજ ખોલવામાં આવશે.

RFPમાં કહેવામાં આવ્યુ છે કે, હરાજી કરનારી કંપનીનો કરાર એક વર્ષનો હશે.

મળતી માહિતી મુજબ પસંદ કરેલી એજન્સીઓને બોલી પ્રક્રિયા સમઝવા અને તેને તાર્કિક બનાવવા ઓછામાં ઓછો એક મહિનો લાગશે, ત્યારબાદ હરાજીનું આયોજન જૂન-જૂલાઇ 2020માં કરી શકે છે.

સરકાર પહેલા સ્પેક્ટ્રમની હરાજી ચાલુ નાણાકીય વર્ષમાં આયોજન કરવા ઇચ્છતા હતાં. પરંતુ, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ પ્રક્રિયામાં મોડુ થયુ હતું.

આવનારી હરાજીમાં કેટલાક એવા સ્પેક્ટ્રમની પણ હરાજી થશે જે 5જી સેવાઓ માટે અનૂકુળ હોય.

સત્તાવાર આંકડાઓ અનુસાર 3300થી 3400 મેગાહર્ટઝ અને 3425થી 3600 મેગાહર્ટઝ બેન્ડમાં 275 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ 5જી સેવાઓ માટે ઉપલબ્ધ હશે.

Last Updated : Dec 14, 2019, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details