હૈદરાબાદ: ટેલિકોમ્યુનિકેશન વિભાગએ (Department of Telecommunication) તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, આવતા વર્ષથી કેટલાક મોટા શહેરોમાં 5G સેવા કાર્યરત થશે. આમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ગુરુગ્રામ, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પુણે મુખ્ય શહેરો હશે.
સ્પેક્ટ્રમની હરાજી અંગે ટેલિકોમ સેક્ટર રેગ્યુલેટર ટ્રાઈ પાસેથી ભલામણ માંગ
માર્ચ-એપ્રિલ 2022માં સ્પેક્ટ્રમની હરાજી થશે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ટેલિકોમ વિભાગ દ્વારા સ્પેક્ટ્રમની હરાજી અંગે ટેલિકોમ સેક્ટર રેગ્યુલેટર (Telecom sector regulator) ટ્રાઈ પાસેથી ભલામણ માંગી હતી. જેમાં રિઝર્વ પ્રાઇસ, બેન્ડ પ્લાન, બ્લોક સાઇઝ અને સ્પેક્ટ્રમ સંબંધિત ક્વોન્ટમ વિશે સૂચનો માંગવામાં આવ્યા છે. આ પછી, ટ્રાઈએ આ ક્ષેત્ર સંબંધિત સ્ટેકહોલ્ડરો સાથે પરામર્શની શરૂઆત કરી છે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગએ તેના સત્તાવાર નિવેદન આપ્યું
સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન-આઈડિયાએ ગુરુગ્રામ, બેંગલુરુ, કોલકાતા, મુંબઈ, ચંદીગઢ, દિલ્હી, જામનગર, અમદાવાદ, ચેન્નાઈ, હૈદરાબાદ, લખનૌ, પુણેમાં 5G સેવાઓ શરૂ કરવા માટે હસ્તાક્ષર કર્યા છે અને તૈયારીઓ થઇ રહી છે. ગાંધીનગરમાં ટ્રાયલ શરૂ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. આ શહેરોમાં આવતા વર્ષથી 5G સેવા શરૂ થશે.
ટેલિકોમ ક્ષેત્રના નિષ્ણાંતોએ રેગ્યુલેટર્સ પાસે કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી
ટેલિકોમ ક્ષેત્રના નિષ્ણાંતોએ રેગ્યુલેટર્સ પાસે કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. સૌથી મહત્વની માંગ સ્પેક્ટ્રમનું લાઇસન્સ અને તેનુ વિતરણની કરવામાં આવી છે. સંપૂર્ણ નિષ્પક્ષતા અને પારદર્શિતાની જરૂરિયાત પર ભાર આપવા માટે કહેવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે, સરકારે કિંમત પર ખાસ નજર રાખવી જોઈએ.
5G નેટવર્ક લોન્ચ કરવા માટે રોકડની તંગીનો સામનો