નવી દિલ્હીઃ કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે નવી દિલ્હીમાં GST કાઉન્સિલની 46મી બેઠકની અધ્યક્ષતા (46th GST Council Meeting 2021) કરશે. આ બેઠકમાં નાણા મંત્રાલયમાં કેન્દ્રિય રાજ્ય પ્રધાન પંકજ ચૌધરી અને ડો. ભાગવત કિશનરાવ કરાડ પણ ઉપસ્થિત (FM Nirmala Sitharaman to chair GST Council Meet Today) રહેશે.
આ પણ વાંચો-IT Tips for all: છેલ્લી ઘડી સુધી રાહ ન જુઓ, અત્યારે જ બચત યોજનાઓ પસંદ કરો
નાણા મંત્રાલયે ટ્વિટના માધ્યમથી આપી માહિતી
નાણા મંત્રાલયે ટ્વિટના માધ્યમથી આ બેઠકની (Finance Ministry tweet on meeting) માહિતી આપી હતી. સંસદમાં કેન્દ્રિય નાણા પ્રધાન ફેબ્રુઆરીના પ્રથમ દિવસે કેન્દ્રિય બજેટ રજૂ કરશે. ત્યારે બજેટ પહેલા આ બેઠક ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના બીજા કાર્યકાળમાં આ ચોથું બજેટ હશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને પંજાબ સહિતના કેટલાક રાજ્યોએ માગણી કરી છે કે, કાપડ અને ફૂટવેર પર GST 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો પ્રસ્તાવિત વધારો પાછો ખેંચી લેવામાં આવે.
GST કાઉન્સિલે 17 સપ્ટેમ્બરે લખનઉમાં યોજાયેલી બેઠકમાં 1 જાન્યુઆરી, 2022થી ટેક્સટાઈલ અને ફૂટવેરની વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. તો કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે દિલ્હીમાં ગુરુવારે કેન્દ્રિય બજેટ 2022-23 માટે (46th GST Council Meeting 2021) રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણા પ્રધાનો (વિધાનમંડળ સાથે) સાથે પૂર્વ-બજેટ પરામર્શની અધ્યક્ષતા (FM Nirmala Sitharaman to chair GST Council Meet Today) પણ કરી હતી.