ગુજરાત

gujarat

ETV Bharat / business

કેન્દ્રની રાજકોષીય ખોટ પહેલા 6 મહિનામાં વાર્ષિક લક્ષ્યની 35 ટકા, CGAના આંકડામાં ખુલાસો - ચાલુ નાણાકીય વર્ષ

કેન્દ્ર સરકારની રાજકોષીય ખોટ ડિસેમ્બર 2021ના અંતમાં 5.26 લાખ કરોડ રૂપિયા કે બજેટ અનુમાનનું 35 ટકા રહ્યું છે. કોમ્પ્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (Comptroller General of Accounts)ના શુક્રવારે જાહેર થયેલા આંકડાથી આ માહિતી મળી હતી.

કેન્દ્રની રાજકોષીય ખોટ પહેલા 6 મહિનામાં વાર્ષિક લક્ષ્યની 35 ટકા, CGAના આંકડામાં ખુલાસો
કેન્દ્રની રાજકોષીય ખોટ પહેલા 6 મહિનામાં વાર્ષિક લક્ષ્યની 35 ટકા, CGAના આંકડામાં ખુલાસો

By

Published : Oct 30, 2021, 3:51 PM IST

  • કેન્દ્ર સરકારની રાજકોષીય ખોટ પહેલા 6 મહિનામાં વાર્ષિક લક્ષ્યની 35 ટકા રહી
  • કોમ્પ્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સના શુક્રવારે જાહેર થયેલા આંકડાથી આ માહિતી મળી
  • કોરોનાના કારણે ખર્ચ વધવાના કારણે ખોટ અનુમાનની સરખામણીમાં 114.8 ટકા સુધી વધી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની રાજકોષીય કોટ ડિસેમ્બર 2021ના અંતમાં 5.26 લાખ કરોડ રૂપિયા કે બજેટ અનુમાનનું 35 ટકા રહ્યું છે. કોમ્પ્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (Comptroller General of Accounts)ના શુક્રવારે જાહેર થયેલા આંકડાથી આ માહિતી મળી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં ખોટના આંકડા ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં ઘણા સારા છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં કોરોના મહામારીનો સામનો કરવા માટે ખર્ચ વધવાના કારણે ખોટ અનુમાનની સરખામણીમાં 114.8 ટકા સુધી વધી ગઈ હતી.

આ પણ વાંચો-એસ. જે. એસ. એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ઇક્વિટી શેરનો IPO 1 નવેમ્બર, 2021ના રોજ ખુલશે

CGIએ કહ્યું હતું કે, નિરપેક્ષ રીતે રાજકોષીય ખોટ એટલે કે ખર્ચ અને આવકની વચ્ચે અંતર ઓગસ્ટના અંતમાં 5,26,851 કરોડ રૂપિયા હતું. ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારને ખોટ GDPનો 6.8 ટકા કે 15,06,812 કરોડ રૂપિયા રહેવાની આશા છે. આંકડા અનુસાર, સપ્ટેમ્બર 2021 સુધી કેન્દ્ર સરકારની કુલ પ્રાપ્તિઓ 10.99 લાખ કરોડ રૂપિયા કે બજેટ અનુમાન (BE) 2021-22નું 55.6 ટકા હતું. નાણાકીય વર્ષ 2020-21ની સમાન સમયગાળામાં કુલ પ્રાપ્તિઓ બજેટ અનુમાનનું 25.2 ટકા હતો.

આ પણ વાંચો-JIO-BPએ શરૂ કર્યો પોતાનો પહેલો પેટ્રોલ પંપ, 2025 સુધી 5,500 પેટ્રોલ પંપ બનાવવાની યોજના

કેન્દ્ર સરકારનો કુલ ખર્ચ ચાલુ નાણાકીય વર્ષના બજેટ અનુમાનનો 46.7 ટકા હતો

કુલ પ્રાપ્તિઓમાં કર આવક 9.2 લાખ કરોડ રૂપિયા કે બજેટ અનુમાનનું 59.6 ટકા હતું, જે એક વર્ષ પહેલાના આ સમયગાળામાં ફક્ત 28 ટકા હતું. CGAના આંકડામાં આગળ કહેવામાં આવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના પહેલા 6 મહિનાના અંતમાં કેન્દ્ર સરકારનો કુલ ખર્ચ 16.26 લાખ કરોડ કે ચાલુ નાણાકીય વર્ષના બજેટ અનુમાનનો 46.7 ટકા હતો. નાણાકીય વર્ષ 2020-21માં રાજકોષીય ખોટ ખાધ GDPની 9.3 ટકા હતી.

ABOUT THE AUTHOR

...view details