રેલવેએ રોડ ટ્રાન્સપોર્ટ અને સસ્તી એરલાઇન દ્વારા મળી રહેલી સ્પર્ધાને કારણે આ નિર્ણય કર્યો છે. આ ટ્રેનોનું ભાડુ વધારે હોવાને કારણે યાત્રાળુઓ મુસાફરી કરવાનું ટાળતા હતા. આ ટ્રેનમાં ખાલી રહેલી સીટને ભરવાનું રેલવેનું એક જ લક્ષ્ય છે, જો કે કયા રુટ પર આ નિર્ણય લાગુ કરવામાં આવશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
ટ્રેનમાં મુસાફરી કરનાર માટે ખુશ ખબર, શતાબ્દી-તેજસ એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં 25 ટકાની છૂટ - 25% discount like tejas and shatabdi train
નવી દિલ્હી: શતાબ્દી એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ અને ગતિમાન એક્સપ્રેસમાં મુસાફરી કરનાર યાત્રાળુઓ માટે ભારતીય રેલવેએ પ્રવાસી ભાડામાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવે આ ટ્રેનમાં 25 ટકા ભાડુ ઘટાડવાની યોજના બનાવી રહ્યું છે.
gmmj
રેલવે અનુસાર છેલ્લા ઘણા સમયથી શતાબ્દી, ગતિમાન અને તેજસ એક્સપ્રેસ જેવી ટ્રેનમાં 50 ટકા સીટ ખાલી રહેવાના આંકડા સામે આવ્યા છે.
જે ટ્રેનમાં પ્રવાસી ભાડામાં છુટ આપવામાં આવશે તેમાં અન્ય છૂટછાટો ઉપલબ્ધ રહેશે નહીં, તેમજ ડાયનેમિક ભાડુ પણ નહીં હોય. રેલવેએ દરેક ઝોનને 30 સપ્ટેમ્બર સુધીમાં આવી ટ્રેનોની સૂચિ તૈયાર કરવા જણાવ્યું છે.