ગુજરાત

gujarat

ETV Bharat / business

લોકડાઉનને લીધે એપ્રિલમાં 2.7 કરોડ યુવાનો બેરોજગાર: CMIE

સીએમઆઈઇના અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ 2019-20માં 20-24 વર્ષની ઉંમરે નોકરી કરનારાઓની સંખ્યા 3.42 કરોડ હતી, જે એપ્રિલ 2020માં ઘટીને 2.09 કરોડ થઈ ગઈ છે. તે જ સમયે, 25-29 વર્ષની ઉંમરે, અન્ય 1.4 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે.

બેરોજગાર
બેરોજગાર

By

Published : May 12, 2020, 11:48 PM IST

નવી દિલ્હી: સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમીના સર્વે રિપોર્ટ અનુસાર, 10 મે સુધી દેશમાં બેરોજગારીનો દર 3 ટકા ઘટીને 23.97 ટકા પર આવી ગયો છે. જેનું મુખ્ય કારણ કૃષિ પ્રવૃત્તિઓમાં થયેલા વધારા અને દેશના કેટલાક ભાગોમાં ધીમે ધીમે કારોબાર ફરી શરુ થવો છે. અગાઉ સર્વેના અહેવાલ મુજબ, 3 મે, 2020 સુધી દેશમાં બેરોજગારીનો દર વધીને 27.1 ટકા થયો હતો.

સીએમઆઈઇના સાપ્તાહિક અહેવાલમાં જણાવાયું છે કે, 10 મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં બેરોજગારીનો દર 27.1 ટકાથી વધીને 23.97 ટકા થઈ ગયો છે. જ્યારે સરકારનો શ્રમ વૃદ્ધિ દર 36.2 ટકાથી વધીને 37.6 ટકા થયો છે, કારણ કે સરકારે કેટલાક ઉદ્યોગોને ખોલવાની મંજૂરી આપી છે. તે જ સમયે રોજગાર દર પણ 26.4 ટકાથી વધીને 28.6 ટકા થયો છે.

અહેવાલ મુજબ વર્ષ 2019-20માં 20-24 વર્ષની ઉંમરે નોકરી કરનારાઓની સંખ્યા 3.42 કરોડ હતી. જે એપ્રિલ 2020માં ઘટીને 2.09 કરોડ થઈ ગઈ છે. તે જ સમયે, 25-29 વર્ષની ઉંમરે, અન્ય 1.4 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. રિપોર્ટ અનુસાર, 5 વર્ષમાં દરેક વય જૂથમાં નોકરી ગુમાવવાની ઘટના નોંધાઈ છે. જો કે, નાના વય જૂથોમાં નોકરીનું નુકશાન ઘણું વધારે છે.

સીએમઆઈઇના કેટલાક મહત્વપૂર્ણ આંકડા

  • રાષ્ટ્રીય બેરોજગારી દર: 23.91 ટકા
  • શહેરી બેરોજગારી દર: 27.83 ટકા
  • ગ્રામીણ બેરોજગારી દર: 22.35 ટકા
  • શ્રમ વૃદ્ધિ દર: 37.6 ટકા
  • રોજગાર દર: 28.6 ટકા

ABOUT THE AUTHOR

...view details