નવી દિલ્હી: નવેમ્બર 2019 માં, દેશમાં 14.33 લાખ નોકરીઓનું નિર્માણ થયું છે. જ્યારે ગયા મહિને 12.60 લાખ નોકરીઓનું નિર્માણ થયું હતું. આ માહિતી ઇએસઆઈસીના પગારના ડેટામાંથી મેળવવામાં આવી છે.
નવેમ્બરમાં 14.33 લાખ નવી રોજગારીનું સર્જન: રિપોર્ટ - 2018-19ના રોજગારીના આંકડા ન્યુઝ
રાષ્ટ્રીય આંકડા કચેરી (NSO) ના અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2018-19માં 1.49 કરોડ નવા લોકો ESICમાં જોડાયા છે. મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર 2017 થી નવેમ્બર 2019 ના ગાળામાં કુલ 3.37 કરોડ નવા લોકોને ESIC યોજનામાં ઉમેરવામાં આવ્યા હતા.
job
જો વર્ષ 2018-19ની વાત કરવામાં આવે તો EPFO સાથે જોડારનારા અને છોડ્યા બાદ પછી કુલ 61.12 લાખ નવા લોકો પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે.
તાજેતરના આંકડા મુજબ સપ્ટેમ્બર 2017 થી નવેમ્બર 2019 વચ્ચે કુલ 3.03 કરોડ લોકો કર્મચારી ભવિષ્ય નિધિ યોજનામાં જોડાયા છે.