- દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 100ને પાર પહોંચી છે
- આજે (શુક્રવારે) પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol Diesel Price) કોઈ વધારો નથી થયો
- મંગળવારે પેટ્રોલ-ડીઝલ 15-15 પૈસા પ્રતિલિટર સસ્તા થયા હતા
નવી દિલ્હીઃ દેશમાં સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર છે. આજે (શુક્રવારે) ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) ફ્લૂઅલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ પહેલા પણ મંગળવારે પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતમાં 15-15 પૈસા પ્રતિલિટર ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ 71 ડોલર પ્રતિબેરલ થઈ ગયો હતો, પરંતુ ગુરૂવારે ક્રુડની કિંમતમાં ઘટાડો થયો છે. ગઈકાલના વેપાર પૂર્ણ થયા પછી બ્રેન્ટ ક્રુડ 0.60 ટકાના ઘટાડા સાથે 70.85 ડોલર પ્રતિબેરલ પર બંધ થયો હતો.
આ પણ વાંચો-સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 95 પોઈન્ટનો ઉછાળો
MCXમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો
ઘરેલુ બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કમજોર હાજર માગના કારણે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX)માં કાચા તેલના સપ્ટેમ્બર મહિનામાં ડિલિવરીવાળા કરારની કિંમત 36 રૂપિયા અથવા 0.71 ટકાના ઘટાડા સાથે 5,021 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગઈ છે. વૈશ્વિક સ્તર પર ન્યૂ યોર્કમાં વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ કાચા તેલની કિંમત 1.16 ટકાના ઘટાડા સાથે 67.57 ડોલર પ્રતિ બેરલ પર રહ્યો હતો.
આ પણ વાંચો-મોદી સરકારે બેન્ક કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન વધારવા આપી મંજૂરી