ગુજરાત

gujarat

ETV Bharat / briefs

દિલ્હીના નરેલા વિસ્તારની પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી આગ - Delhi

દિલ્હીઃ રાજધાનીમાં કેટલાક દિવસોથી આગ લાગવાની ઘટનાઓના સમાચારોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં આવેલી ફેક્ટરીઓમાં સૌથી વધારે આગ લાગે છે. નરેલા વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જે જોત જોતામાં 2 માળની ફેક્ટરીને પોતાની જપેટમાં લેતા જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે.

ફોટો

By

Published : Apr 7, 2019, 1:03 PM IST

હાલમાં ફાયર વિભાગની 20 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાની કોશીશ કરી રહી છે, પરંતુ ફેક્ટરીમાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધુ હોવાથી હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી.

દિલ્હીના નરેલા વિસ્તારની પ્લાસ્ટિક ફૈક્ટરીમાં લાગી ભીષણ આગ

ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતો હોવાથી આગ બુઝાવવામાં મુસીબતોનો સામનો કરવો પડે છે. આ પ્રકારની ફેક્ટરીઓમાં ફાયરની NOC કે અગ્નિશામક યંત્રો પણ હોતા નથી કે જેનાથી આગ પર કાબુ મેળવી શકાય. જો જલ્દીથી આગ પર કાબુ ન મેળવવામાં આવ્યો તો, ફેક્ટરીની દીવાલો પણ જર્જરીત થઈ શકે છે જેનાથી મોટો અકસ્માત થવાની સંભાવનાઓ છે.

ABOUT THE AUTHOR

...view details