ગુજરાત

gujarat

ETV Bharat / briefs

પંજાબ કોંગ્રેસમાં મતભેદ, કેબિનેટ બેઠકમાં સિદ્ધુ ગેરહાજર

ન્યૂઝ ડેસ્કઃ પંજાબ સરકારની કેબીનેટ બેઠકમાં નવજોત સિંહ સિદ્ધુ ગેરહાજર હતા. જેને લઇને રાજકારણનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે.

called

By

Published : Jun 6, 2019, 5:14 PM IST

સિદ્ધુએ કહ્યું કે, કોંગ્રેસની હાર માટે તેમને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. તેમના અનુસાર હારની જવાબદારી સામૂહિક છે ફક્ત તેમને જવાબદાર ગણવા યોગ્ય નથી.

ગુરૂવારે મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે કેબિનેટની બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ અમરિંદર સિંહે નવજોદ સિંહ સિંદ્ધુ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, સિદ્ધુ જે મંત્રાલયમાં કામ કરી રહ્યા છે તેનું કામકાજ યોગ્ય રીતે નથી થઇ રહ્યું. આ કારણે શહેરના મતદાતા કોંગ્રેસથી નારાજ થઇ ગયા છે.

મળતી માહિતી મુજબ, કેપ્ટને સંકેત આપીને પહેલા જ જણાવી દીધું હતું કે, સિદ્ધુનું મંત્રાલય બદલી નાખવામાં આવશે. જો કે, તેઓ પ્રધાનમંડળમાં રહેશે કે નહીં તે બાબતે તેમણે મૌન સાધ્યું હતું.

અહીં સિદ્ધુએ કહ્યું કે, તેમને જાણી જોઇને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હાર કે જીતની જવાબદારી સામૂહિક હોય છે.

ABOUT THE AUTHOR

...view details