ગુજરાત

gujarat

ETV Bharat / briefs

RBIની ગ્રાહકોને ભેટ, રેપો રેટ 0.25 ટકા ઓછો થઇને 5.75 ટકા થયો - RTGS

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ સામાન્ય માણસો અને કંપનીઓને એક ખાસ ગિફ્ટ આપી છે. જેમાં RBI દ્વારા વ્યાજના દરમાં ઘટાડો કરવા અંગેની જાહેરાત કરી છે. જેમાં રેપો રેટ 0.25 ટકા ઓછો થઇને 5.75 ટકા થઇ ગયો છે. જો કે આ ત્રીજી વખત બન્યું છે કે, વ્યાજ દરમાં સતત ઘટાડો કરવામાં આવ્યો હોય. પાછલી બે બેઠકોમાં પણ MPC રેપો રેટમાં ચોથા ભાગની ટકાની કપાત કરી ચુક્યા છે. તો આ અંગે અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, વર્ષ 2018-19ની ચોથી ત્રિમાસિક આર્થિક વૃદ્ધિ દર 5 વર્ષના ન્યુનતમ સ્તર પર આવી છે. જેને ધ્યાનમાં લઇને રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજના દરમાં ઘટાડાની આશા હતી.

RBI

By

Published : Jun 6, 2019, 2:00 PM IST

જો કે RBI દ્વારા આ સિવાય ઑનલાઇન ટ્રાન્ઝેક્શન કરનારાઓને પણ RBIની બેઠકથી ખુશ-ખબર મળી છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ RTGS અને NEFTની લેવડ દેવડ પર લગાવેલા શુલ્કને પણ માફ કરી દેવાયો છે. જેનો સીધો મતલબ હવેથી RTGS અને NEFT દ્વારા કરવામાં આવતાં ટ્રાન્ઝેક્શન પર પણ કોઇ જ વધુ ચાર્જ ચૂકવવા પડશે નહી.

રિયલ ટાઇમ ગ્રૉસ સેટલમેંટ (RTGS) સિસ્ટમ દ્વારા પૈસાની લેવડ દેવડ ઝડપથી થઇ શકે છે. RTGSનો ઉપયોગ મુખ્યત્વે મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે થતો હોય છે. જે અંતર્ગત ન્યુનતમ 2 લાક રૂપિયા પણ મોકલી શકાય તેમ છે. જો કે વધુમાં વધુ રકમ ટ્રાન્સફર કરવાની કોઇ લિમિટ નક્કી કરવામાં આવી નથી. વિવિધ બેન્કોના RTGS કરવાના ચાર્જ ટોટલ રકમના હિસાબે અલગ-અલગ હોય છે.

આ સિવાય રિઝર્વ બેન્કે GDPનું અનુમાન ઘટાડી દીધું છે. રિઝર્વ બેન્કો જણાવ્યું કે, GDP ગ્રોથ રેટ 7 ટકા રહેવાનું અનુમાન છે. જો કે આ પહેલા RBIએ GDP ગ્રોથને 7.2 ટકાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. તો બીજી તરફ કેન્દ્રિય બેન્કે વર્ષ 2019-20ની પહેલા છ માસમાં મોંઘવારી દર 3 થી 3.1 ટકા સુધી રહેવાનું અનુમાન લગાવી રહ્યાં છે. તો આ સાથે જ બીજી છ માસિકમાં આ આંકડાઓ 3.4% થી 3.7% રહી શકે તેમ છે.



For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details