પ્રિયંકાએ વધુમાં કહ્યુ કે, લોકતંત્રને બચાવવા માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે દાવો કર્યો છે કે, કોંગ્રેસને આશા છે તેના કરતા પણ વધારે બેઠકો મળશે. આપના ગઠબંધન વિશે પ્રિયંકાએ કહ્યુ કે, આ ગઠબંધનથી કોંગ્રેસને ફાયદો નથી થતો.
દેશની જનતા ભાજપ સરકારથી ત્રસ્ત થઈ ગઈ છે: પ્રિયંકા ગાંધી - Congress
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં આજે છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે રાજધાની દિલ્હીમાં સાત સંસદીય સીટ માટે મતદાન થઈ રહ્યુ છે. કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ પોતાના પતિ રૉબર્ટ વાડ્રા સાથે લોદી સ્ટેટના પોલિંગ બૂથ પર મતદાન કર્યુ હતું. મતદાન બાદ તેમણે કહ્યુ હતુ કે, દેશની જનતા ભાજપ સરકારથી ત્રસ્ત અને પરેશાન છે. મોદીજીએ જો 50 વર્ષ તપશ્વર્યા કરી હોત તો આવી રીતે, નફરત ન મળત.

મતદાન બાદ બોલી પ્રિયંકા
સૌજન્ય ANI
આ પહેલા તેમના ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મત આપવા પહોંચ્યા હતા. ત્યારે પ્રિયંકાની માતા સોનિયા ગાંધીએ પણ નિર્માણ ભવનના પોલીંગ બૂથ પર પહોંચી મતદાન કર્યુ હતું.