17મી લોકસભાનું મતદાન 11 એપ્રિલે શરૂ થયું હતું અને 19મે ના રોજ સાત તબક્કામાં સમાપ્ત થયું હતુ. કુલ 542 સીટ માટે મતદાન પૂર્ણ થઇ ગયું છે, ત્યારે આજે મતગણતરી થયા બાદ જોવાનું રહ્યું કે કોણ બને છે ભારતનું આવનારૂ ભવિષ્ય! તમામ ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યાં હતા ત્યારે આજે હાર જીતનું ચિત્ર સ્પષ્ટ થશે. આજે જાહેર થશે કે જનતાએ કોને રાજતિલક માટે આપ્યો છે મોકો...
* કયા રાજ્યમાં કેટલી બેઠકો પર આવશે જનાદેશ
- બિહાર-40
- છત્તીસગઢ-11
- ગોવા-2
- ગુજરાત-26
- હરિયાણા-10
- હિમાચલ પ્રદેશ-4
- જમ્મુ-કાશ્મીર-6
- ઝારખંડ-14
- કર્ણાટક-28
- કેરળ-20
- મધ્યપ્રદેશ-29
- મહારાષ્ટ્ર-48
- મણીપુર-2
- મેઘાલય-2
- મિઝોરમ-1
- નાગાલેન્ડ-1
- ઓડીશા-20
- પંજાબ-13
- રાજસ્થાન-25
- સિક્કિમ-1
- તમિલનાડુ-39
- તેલંગણા-17
- ત્રિપુરા-2
- ઉત્તરપ્રદેશ-80
- ઉત્તરાખંડ-5
- પશ્ચિમ બંગાળ-42
- આંદમાન-નિકોબાર-1
- ચંદીગઢ-1
- દાદરાનગર હવેલી-1
- દીવ દમણ-1
- લક્ષદીપ-1
- દિલ્હી-7
- પોંડીચેરી-1
*17મી લોકસભા ચૂંટણીના સ્ટાર ઉમેદવાર
સન્ની દેઓલ: સન્ની દેઓલ પંજાબની ગુરદાસપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
શત્રુધ્ન સિન્હા: ભાજપના અસંતુષ્ટ નેતા અને સાંસદ શત્રુધ્ન સિન્હા પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાયા છે. લોકસભા 2019 માટે પણ તેઓ કોંગ્રેસ તરફથી પટના સાહીબ પરથી ચૂંટણી લડશે.
હેમા માલિની: મથુરા લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમા માલિની મેદાને ઉતર્યા છે.
જયા પ્રદા: એક્ટ્રેસ જયા પ્રદા પોતાની બીજી ઇનિંગ રાજનીતિના મેદાનમાં રમી રહ્યા છે, તેઓ ભાજપની ટિકિટ પર ઉત્તર પ્રદેશના રામપુરથી આઝમ ખાન વિરુદ્ઘ ચૂંટણી લડી રહ્યા છે.