ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમતને અંતે ભારતે 496 રન પર 6 વિકેટ ગુમાવી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા 60 અને ઉમેશ યાદવ 25 રન પર રમી રહ્યાં છે. મેચમાં મયંક અગ્રવાલે કરીયરની બીજી બેવડી સદી ફટકારી હતી. તેને 28 ચોક્કા અને 8 છગ્ગાની મદદથી 243 રન ફટકાર્યા હતાં. બાંગ્લાગેશ માટે અબુ જાયેદે સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, બીજા દિવસની શરુઆતમાં જ બાંગ્લાદેશના બોલરોએ ભારતની બેટિંગ પર દબાવ કરતા 2 મોટી વિકેટ ઝડપી હતી. જેમાં ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. ચેતેશ્વર પુજારા 54 તો કોહલી ઝીરો પર આઉટ થયા હતો.
પ્રથમ ઇનિંગની શરૂઆત કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા (6)ના સ્કોર પર 14 રને પર પહેલો ઝટકો લાગ્યો હતો. અબુ ઝાયદે લિટનદાસના હાથે કેચ આપીને રોહિતને પેવેલિયન મોકલ્યો હતો.