ગુજરાત

gujarat

ETV Bharat / briefs

23 એપ્રિલે ચૂંટણીઃ પોરબંદર નક્કી કરશે 17 ઉમેદવારોનું ભાવી - Candidate

પોરબંદર: લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ ૨૩ એપ્રીલના રોજ યોજાશે. ત્યારે પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મુકેશ પંડ્યાના માર્ગદર્શન અનુસાર ૧૧ પોરબંદર લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપીને પૂર્ણ કરવામાં આવી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 21, 2019, 9:59 AM IST

પોરબંદર સંસદિય વિસ્તારમાં ૭ વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ૮,૬૩,૯૭૩, પુરૂષ, ૭,૯૬,૯૪૭ મહિલા અને ૧૨ થર્ડ જેન્ડ એમ કુલ ૧૬,૬૦,૯૩૨ મતદારો માટે ૧,૮૫૪ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. ચૂંટણીની કામગીરી માટે કુલ મતદાન મથકો ઉપર ૯,૨૭૦ મતદાન સ્ટાફ ફરજ બજાવશે.

જયારે ૧,૨૦૫ મતદાન સ્ટાફ રીઝર્વ રાખવામાં આવેલ છે. ચૂંટણી માટે કુલ ૨૨૪૫ કંન્ટ્રોલ યુનીટ (CU) ૨૩૭૮ VVPAT અને ૪૧૮૮ BUની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ૧,૮૫૪ મતદાન મથક મુજબ ૧,૮૫૪ કંન્ટ્રોલ યુનીટ (CU), ૧,૮૫૪ VVPAT અને ૩,૭૦૮ BU(પ્રત્યેક મતદાન મથકમાં બે મુજબ ૧૭ હરિફ ઉમેદવાર હોવાથી) ની ફાળવણી કરવામાં આવી છે. તેમજ બાકીના મશીન રીઝર્વ રાખવામાં આવ્યા છે. જેનો મતદાન મથક પર મશીન ખરાબ થાય કે, કોઇ પ્રોબ્લેમ થાય ત્યારે તુરંત બદલી શકાય.

ABOUT THE AUTHOR

...view details