2.16 કલાકની આ ફિલ્મમાં નરેદ્ર મોદીનું જીવન બતાવવામાં આવ્યું છે. સામાન્ય ચા વાળાથી લઈને વડાપ્રધાન બનવા સુધીની આખી સફર તેઓ કેવી રીતે સર કરે છે તેનું વર્ણન આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા શરૂઆતથી જ જકડી રાખે તેવી છે. નરેદ્ર મોદીના જીવન વિશે બધા જ લોકો પરિચિત નથી ત્યારે આ ફિલ્મ તેમના જીવનની વાસ્તવિકતા બતાવે છે. નરેદ્ર મોદી સંન્યાસી બનવા માંગતા હતા, પણ કેવી રીતે બન્યા દેશના વડાપ્રધાન તે વસ્તુને ખૂબ જ સચોટ રીતે બતાવવામાં આવી છે.
Film Review: PM નરેન્દ્ર મોદી બાયોપિક વિશે જાણો શું કહે છે દર્શકો... - MANOJ JOSHI
અમદાવાદ: ઓમંગ કુમાર દ્વારા ડાયરેક્ટ થયેલી, સુરેશ ઓબેરોય, આનંદ પંડિત અને અર્ચના મનીષ દ્વારા પ્રોડ્યૂસ થયેલી ફિલ્મ PM નરેન્દ્ર મોદીનું 21 મેના દિવસે પ્રીમિયર યોજાયું હતું. જેમાં ગુજરાતના CM વિજય રૂપાણી અને ફિલ્મના મુખ્ય પાત્ર વિવેક ઓબેરોય હાજર રહ્યા હતા.
ફિલ્મમાં અમુક બાબતોનો ઉલ્લેખ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યો છે, જેમ કે 2002ના હુલ્લડ, કચ્છ વિસ્તારની પાણીની તકલીફોને કેવી રીતે નરેદ્ર મોદીએ દૂર કરી અને બીજા અનેક. આ ફિલ્મમાં ગુજરાતી કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીના નામાંકિત કલાકાર મનોજ જોષી એ અમિત શાહનું પાત્ર ભજવ્યું છે. વિવેક આનંદ ઓબેરોય અને મનોજ જોષીની જોડી દર્શકોને ચોક્કસથી ગમશે. ફિલ્મનું સંગીત પણ દર્શકોને ગમે તેવું છે અને ચોક્કસથી આ ફિલ્મ દર્શકોના હૃદયમાં ઊંડી જગ્યા બનાવશે.