સુત્રોના જણાવ્યા અનુસાર રાજનાથ સિંહે રક્ષા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ તેની પહેલી યાત્રામાં સૌથી પહેલા સિયાચિન ગ્લેશિયર જશે જે દુનિયાનું સૌથી ખતરનાક યુદ્ધક્ષેત્ર માનવામાં આવે છે.
રક્ષાપ્રધાન રાજનાથ સિંહ આજે સિયાચિન, સુરક્ષા અંગે કરશે સમીક્ષા - siachen
નવી દિલ્હીઃ રક્ષાપ્રધાન રાજનાથ સિંહ આજે (સોમવાર) સિયાચિન ગ્લેશિયર અને શ્રીનગરનો પ્રવાસ કરશે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ નિયંત્રણ અભિયાનની તપાસ કરશે, સાથે જ પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદોની પણ તપાસ કરશે. રક્ષાપ્રધાનની સાથે સેના પ્રમુખ જનરલ વિપિન રાવત પણ હશે.
સુત્રો એ કહ્યું કે, રાજનાથ સિંહ સિયાચિનથી શ્રીનગર જશે, જ્યા ઉત્તરી સૈન્ય કમાંડર લેફ્ટિનેંટ નજરલ રણબીર સિંહ અને લેહ સ્થિત 14 કોરના કમાંડર લેફ્ટિનેંટ જનરલ વાઇ કે જોશીને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદો પર સુરક્ષા પરિદશ્ય અને આતંકવાદ નિયંત્રણ અભિયાન વિશે જાણકારી આપશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, સિંહ સૌથી પહેલા સવારે લડાખમાં અધિક ઉંચાઇ પર આવેલા થોઇસ હવાઇ મથક પર પહોચશે, જ્યાથી તેઓ કુમાર પોસ્ટ જશે. ત્યારબાદ રક્ષાપ્રધાન સિયાચિન જઇને સેનાના ફિલ્ડ કમાંડરો અને સૈનિકો સાથે વાતચીત કરશે.