ગુજરાત

gujarat

ETV Bharat / breaking-news

કેન્દ્રીય ટીમે બિહારમાં કોરોના સંક્રમણની ધીમી તપાસ અંગે પ્રશ્નો ઉઠાવ્યા - central team raised questions in bihar

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલની આગેવાની હેઠળની કેન્દ્રની ટીમે બિહારમાં કોરોના સંક્રમણની ધીમી તપાસ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. સંયુક્ત સચિવે રાજ્ય સરકારને સૂચન કર્યું છે કે, તપાસનો વિસ્તાર વધારવો જોઈએ અને વધુ લોકોને ટેસ્ટના સમયસર રિપોર્ટ મળે તે માટે એક સિસ્ટમ બનાવવામાં આવે. લવ અગ્રવાલ સાથે એઇમ્સ દિલ્હીના મેડિસિન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો.નિરજ નિશ્ચલ, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રના નિયામક ડો. સુજિતકુમાર સિંહ પણ છે.

કેંન્દ્રિય ટીમે બિહારમાં કોરોના સંક્રમણની ધીમી તપાસ અંગે પ્રશ્નો ઉભા કર્યા
કેંન્દ્રિય ટીમે બિહારમાં કોરોના સંક્રમણની ધીમી તપાસ અંગે પ્રશ્નો ઉભા કર્યા

By

Published : Jul 19, 2020, 9:45 PM IST

ઉત્તરપ્રદેશ: કેન્દ્રિય ટીમ બપોરના 12:30 વાગ્યે પટના પહોંચ્યા પછી, 2 વાગ્યે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સરકાર સાથે કોરોનાની સ્થિતિ અને તપાસ અંગે વાત કરી હતી. બેઠક બાદ રાજ્યના મુખ્ય સચિવ દીપક કુમારે માહિતી આપી હતી કે, સેન્ટ્રલ ટીમને જાણ કરવામાં આવી હતી કે, બિહારમાં કોરોનાની ટેસ્ટ વધારી દેવામાં આવી છે. બિહારમાં હાલના સમયમાં 10 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

હવે, ફરી એકવાર સરકારે કોરોના તપાસની વ્યૂહરચના બદલવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, સરકાર હવે ઓન ડિમાન્ડ કોરોનાની તપાસ કરશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details