- કોરોના મહામારી વચ્ચે દેશમાં વધુ એક કોરોનાની વેક્સિન આવી શકે છે
- ઝાયડસ કેડિલા (Zydus Cadila)ની કોરોનાની રસીને આ સપ્તાહે ઈમરજની ઉપયોગ માટે મળી શકે છે મંજૂરી
- કંપનીએ ગયા મહિને ઝાયકોવ-ડી (ZyCov-D) વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે DCGI પાસે મંજૂરી માગી હતી
નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે દેશમાં વધુ એક કોરોનાની વેક્સિન આવી શકે છે. કારણ કે, ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (Drugs Controller General of India-DCGI) સ્વદેશી ફાર્મા કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila)ની કોરોનાની રસીને આ સપ્તાહે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી શકે છે. સૂત્રો તરફથી આ અંગે માહિતી મળી હતી.
આ પણ વાંંચો-COVID VACCINE: કોવિશિલ્ડ-કોવેક્સિનના મિક્સ-એન્ડ-મેચ અંગે ICMR નો મોટો દાવો, જાણો વિગતવાર
ઝાયડસ કેડિલાએ કોરોનાની પહેલી DNA વેક્સિન બનાવી છે