ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝાયડસ કેડિલા કોરોના વેક્સિનના ભાવ ઘટાડવા સહમત, જાણો કેટલા રૂપિયામાં મળશે ઈન્જેક્શન વગરની વેક્સિન - કોવિડ વેક્સિન

સરકાર સાથેની સતત વાટાઘાટો બાદ ઝાયડસ કેડિલા પોતાની કોવિડ વેક્સિન ઝાયકોવ-ડીની કિંમત ઘટાડવા સહમત થઈ ગયું છે. જોકે, આ મામલે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.

ઝાયડસ કેડિલા કોરોના વેક્સિનના ભાવ ઘટાડવા સહમત, જાણો કેટલા રૂપિયામાં મળશે ઈન્જેક્શન વગરની વેક્સિન
ઝાયડસ કેડિલા કોરોના વેક્સિનના ભાવ ઘટાડવા સહમત, જાણો કેટલા રૂપિયામાં મળશે ઈન્જેક્શન વગરની વેક્સિન

By

Published : Nov 1, 2021, 6:50 AM IST

  • ઝાયકોવ-ડી વેક્સિનની કિંમત થશે નક્કી
  • કંપનીએ મૂક્યો હતો 1900 રૂપિયાનો પ્રસ્તાવ
  • આખરી કિંમત 358 રૂપિયા પ્રતિ ડોઝ હોઈ શકે

નવી દિલ્હી: સરકારની સતત વાતચીત બાદ ઝાયડસ કેડિલાએ પોતાની કોરોના વેક્સિનની કિંમત ઘટાડીને 265 રૂપિયા પ્રતિ ડોઝ રાખવા માટે સહમતિ દર્શાવી છે. જોકે, આ અંગે સત્તાવાર કોઈ સમજૂતિ ન થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ઈન્જેક્શન વગર આપવામાં આવનારી પ્રથમ વેક્સિન

ઈન્જેક્શન વગર આપવામાં આવનારી કોરોના વેક્સિન ઝાયકોવ-ડીના પ્રત્યેક ડોઝ માટે 93 રૂપિયાની કિંમત ધરાવતા ડિસ્પોઝેબલ જેટ એપ્લિકેટરની આવશ્યક્તા રહે છે. જેના કારણે તેની કુલ કિંમત 358 રૂપિયા પ્રતિ ડોઝ થશે. સૂત્રના જણાવ્યા પ્રમાણે, કંપનીએ શરૂઆતમાં વેક્સિનની કિંમત માટે રૂપિયા 1900નો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારબાદ મહિનાઓ સુધી ચાલેલી વાટાઘાટો બાદ સપ્તાહના અંત સુધીમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details