- Zycov-D રસીને સરકાર અને કંપની વચ્ચે થઈ વાતચીત
- વેક્સિનની કિંમત નક્કી કરવામાં આવી હોવાની માહિતી
- રસીની કિંમત રૂપિયા 358 પ્રતિ ડોઝ રાખવામાં આવી
નવી દિલ્હી :સરકાર સાથે સતત વાટાઘાટો બાદ ઝાયડસ કેડિલા તેની કોવિડ-19 રસીની કિંમત પ્રતિ ડોઝ 265 રૂપિયા કરવા સંમત થઈ છે, પરંતુ હજુ સુધી અંતિમ સમજૂતી થઈ નથી. સૂત્રોએ રવિવારે આ જાણકારી આપી હતી.
ત્રણ ડોઝની દવા માટે 1900 રૂપિયાની ઓફર
સોય-મુક્ત Zycov-D રસીના દરેક ડોઝને પહોંચાડવા માટે રૂપિયા 93ની કિંમતના નિકાલજોગ પેઇનલેસ જેટ એપ્લીકેટરની જરૂર પડશે, જેથી તેની કિંમત રૂપિયા 358 પ્રતિ ડોઝ થઈ છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીએ અગાઉ તેની ત્રણ ડોઝની દવા માટે 1900 રૂપિયાની ઓફર કરી હતી. આધારભુત સૂત્રએ જણાવ્યું હતું કે, “કંપની અને સરકાર વચ્ચે અનેક વાટાઘાટો બાદ, રસીના દરેક ડોઝની કિંમત 358 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જેમાં 93 રૂપિયામાં ડિસ્પોઝેબલ જેટ એપ્લીકેટરનો સમાવેશ થાય છે. આ મામલે અંતિમ નિર્ણય આ અઠવાડિયે લેવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રએ કહ્યું કે, 28 દિવસના અંતરાલમાં ત્રણ ડોઝ આપવાના છે.