અમદાવાદ:'અંકિતા પ્લીઝ! પોતાના એક્સ બોયફ્રેન્ડ માટે ફુડ ઓર્ડર આપવાનું બંધ કરો.' ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ zomoto એ ટ્વીટર ઓર ટ્વીટ કરીને બ્જ્પલામાં રહેતી એક યુવતીને તેના એક્સ બોયફ્રેન્ડ માટે ખાવાનું ઓર્ડર ન કરવા આજીજી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ટ્વીટ ખુબ જ વાયરલ થયું હતું અને લોકો તેને હજુ પણ શેર કરી રહ્યા છે અને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે આખરે શું છે મામલો. જોકે કંપનીએ આ મામલે ખુલાસો પણ કર્યો હતો.
એક્સ બોયફ્રેન્ડને ખાવાનું ન મોકલવા વિનંતી:ઝોમેટોએ બુધવારે એક ટ્વીટ કરી ભોપાલમાં રહેતી અંકિતાને પોતાના પૂર્વ પ્રેમીને કેશ ઓન ડિલીવરી પર ખાવાનું મોકલવાનું બંધ કરવા માટે રિકવેસ્ટ કરી હતી. ઝોમેટોએ ટ્વીટર પર લખ્યું કે તે તેના એક્સ બોયફ્રેન્ડને CODથી ખાવાનું મોકલવાનું બંધ કરે કેમકે યુવક તેના માટે ચુકવણી કરવાનો ઈનકાર કરે છે. આવું ત્રણ વખત થતા ઝોમેટોએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું અને આજીજી કરી હતી.
શું કર્યું ટ્વીટ: કંપનીએ ટ્વીટમાં લખ્યું- ભોપાલથી અંકિતા મહેરબાની કરીને તમારા પૂર્વ પ્રેમીને કેશ ઓન ડિલીવર પર ખાવાનું મોકલવાનું બંધ કરો. આ ત્રીજી વખત છે- તેઓ ચુકવણી કરવાનો ઈનકાર કરે છે. આ મજેદાર ટ્વીટ સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને આ ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
યુઝર લઇ રહ્યા છે મજા: જોકે ટ્વીટ ખુબ જ વાયરલ થતા લોકો પણ મજા લઇ રહ્યા છે. ટ્વીટરના યુઝર આ ટ્વીટના જવાબમાં અનેકે રીટ્વીટ કર્યા હતા અને મજા લીધી હતી. @Yatharth Sharma✨નામના યુઝરે અભિનેતા અક્ષય કુમારની મીમ શેર કરીને મજા લેતા કહ્યું કે 'જોર જોર સે બોલ કે લોગો કો સ્કીમ બતા દે...' @Haider Ali Chaki નામના અન્ય એક યુઝરે લખ્યું કે મને લાગે છે કે Zomatoએ 'Deliver a SIap' નામની નવી સેવા શરૂ કરવી જોઈએ, આશા છે કે આ મદદરૂપ થઈ શકે 😂
- Zomato સ્થાનિક ભાષામાં પણ લોકપ્રિય બની રહ્યું છે, હાલમાં હિન્દી અને તમિલ સૌથી આગળ
- હૈદરાબાદમાં પનીરને બદલે ચિકન બર્ગર પહોંચાડવા માટે ચૂકવવું પડ્યું વળતર