- કોરોનાના (Corona) કહેર વચ્ચે ઝીકા વાઈરસ (Zika virus)ની રિ-એન્ટ્રી
- કેરળમાં 35 વર્ષીય મહિલા અને 41 વર્ષીય પુરૂષમાં જોવા મળ્યો ઝીકા વાઈરસ (Zika virus)
- વર્ષ 2015માં બ્રાઝિલમાં ઝીકા વાઈરસે (Zika virus) મહામારીનું સ્વરૂપ લીધું હતું
કોચ્ચીઃ કોરોના મહામારી (Corona epidemic)ના કહેર વચ્ચે હવે ઝીકા વાઈરસે (Zika virus) પણ માથું ઉંચક્યું છે. ત્યારે કેરળમાં ઝીકા વાઈરસના વધુ 2 કેસ નોંધાયા છે. કેરળમાં 35 વર્ષીય મહિલા અને 41 વર્ષીય પુરૂષમાં ઝીકા વાઈરસ (Zika virus) જોવા મળ્યો હતો. તો આ અંગે આરોગ્ય પ્રધાન વીના જ્યોર્જે (Health Minister Vina George) જણાવ્યું હતું કે, 35 વર્ષીય પુંથુરાની મહિલા અને સસ્થામંગલમના રહેવાસી 41 વર્ષીય એક પુરૂષમાં ઝીકા વાઈરસ જોવા મળ્યો છે. આ સાથે જ વધુ 2 કેસ નોંધાતા ઝીકા વાઈરસ (Zika virus)ના કુલ કેસની સંખ્યા 21 થઈ છે.
આ પણ વાંચો-Zika Virus: કોરોના વચ્ચે દેશમાં ઝીકા વાયરસની એન્ટ્રી, કેરળમાં મળ્યો પ્રથમ કેસ
24 વર્ષીય મહિલામાં પહેલો કેસ દેખાયો
કેરળમાં ઝીકા વાઈરસ (Zika virus)નો પહેલો કેસ 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં જોવા મળ્યો હતો. રાજ્ય સરકારના જણાવ્યાનુસાર, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (National Institute of Virology)એ અત્યાર સુધી 21 લોકોમાં ઝીકા વાઈરસ (Zika virus) દેખાયાની પુષ્ટિ કરી છે. ઝીકાના લક્ષણ ડેન્ગ્યુ જેવા છે, જેમાં તાવ, ચામડી પર ફોલ્લીઓ થવી અને સાંધાઓમાં દુખાવો થવો સામેલ છે.
આ પણ વાંચો-Zika Virus: કેરળમાં ઝીકા વાઈરસના કેસ નોંધાયા, જાણો શું છે ઝીકા વાઈરસના લક્ષણો?