- કોન્ટર ટ્રેન્ચિંગથી જળસંરક્ષણ કરી ઝાબુઆ જિલ્લો બન્યો આત્મનિર્ભર
- જળસંરક્ષણ માટેની કોન્ટર ટ્રેન્ચિંગ ટેકનિકથી પલટાયું દુષ્કાળનું ચિત્ર
- પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ સાથે વર્ષમાં બે પાક લેવાયાં
મધ્યપ્રદેશ (ઝાબુઆ) : ઝાબુઆ એ રાજ્યનો એવો વિસ્તાર છે. જ્યાં લોકો પાણી માટે જીવ જોખમમાં મૂકે છે. માલવાંચલમાં સ્થિત આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાના રહેવાસીઓ એક ડોલ પાણી માટે કિલોમીટરો ભટકતાં હતા. વર્ષોથી પાણીના સંકટથી ત્રસ્ત ઝાબુઆ માટે આશાનું કિરણ બનીને આવ્યાં પદ્મશ્રી મહેશ શર્મા.
જળસિંચનનો અથાગ પરિશ્રમ ઝાબુઆવાસીઓ માટે નવજીવન લાવ્યો, જાણો દાયકાઓની સફળ સંઘર્ષકથા જૂની પરંપરા દ્વારા જળસંચય અભિયાન શરૂ કર્યું
મહેશ શર્માએ ઝાબુઆ જિલ્લાના આદિવાસીઓની જૂની પરંપરા દ્વારા જળસંચય અભિયાન શરૂ કર્યું હતું. હલમાંએ ભીલી બોલીનો શબ્દ છે, જેનો અર્થ છે 'સામૂહિક શ્રમદાન'. તેમણે આદિવાસીઓની મદદથી ઝાબુઆ જિલ્લાની સૌથી મોટી ટેકરી હાથીપાવા પર કોન્ટર ટ્રેંચિંગનું- એટલે કે ટેકરામાં એકસરખા નાના નાના ખાડા ખોદવા- કામ શરૂ કર્યું. આવા 73 નાના-મોટા તળાવો બનાવવામાં આવ્યાં જેના કારણે ઝાબુઆ સહિતના નજીકના જિલ્લાના લોકોની તરસ પણ છીપાઈ રહી છે.
જળસંચયના કારણે અહીં ભૂગર્ભજળના સ્તરમાં પણ વધારો
જળસંચયના કારણે અહીં ભૂગર્ભજળના સ્તરમાં પણ વધારો થયો છે. સૌપહેલાં તેમણે ઊંચા પહાડથી નીચેની તરફ નાળાં ખોદાવ્યાં અને પહાડની નીચે તળાવો બનાવડાવ્યાં. જ્યાં કોન્ટર ટ્રેન્ચિંગની મદદથી નાની નાની નીકો ખોદાવી. આ નીકોને ફસકાઇ પડતી બચાવવા બંને તરફ ઝાડ ઉગાડવામાં આવ્યાં જેથી પાણીનું રક્ષણ થઇ શકે.
જાણો કેવી રીતે થાય છે ભૂગર્ભજળ રીચાર્જ
પહાડમાંથી વહેતું વરસાદી પાણી પહેલાં તળાવ સુધી પહોંચે છે. આ જ નાળાઓમાંથી એ જ પાણી વહેવા લાગ્યું જ્યાં બંને કાંઠે વૃક્ષારોપણ કરાયું હતું. ઝાડના મૂળિયાને કારણે પાણી જમીનની અંદર પહોંચવા લાગ્યું હતુ. જ્યારે વહેતું પાણી ગામની પાણીની ટાંકીમાં સંઘરવામાં આવ્યું જેનો ઉપયોગ ગ્રામજનો કરે છે. આ રીતે દરેક તળાવમાં પાણીનો બચાવ થયો અને તેનો ઉપયોગ પણ થવા લાગ્યો હતો.
કેવી રીતે જળસંગ્રહણ બાંધકામો પર કામ કરવામાં આવ્યું
2009થી 2018ની વચ્ચે હાથીપાવા ટેકરી પર 1,11000 કોન્ટર ટ્રેન્ચિંગ બનાવવામાં આવ્યાં. 73થી વધુ નાના-મોટા તળાવો બનાવવામાં આવ્યાં. ઝાબુઆમાં આ સમયગાળા દરમિયાન 4500થી વધુ જળસંગ્રહણ બાંધકામો પર કામ કરવામાં આવ્યું હતું. તેનાથી કૂવાઓ, હેન્ડપંપ રિચાર્જિંગ, ચેકડેમ રીચાર્જ થયાં. આ વિસ્તારમાં 7,50000 થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં.
- કોન્ટર ટ્રેન્ચિંગમાં એક હારમાં ખાડા અને વીરડા બનાવાય છે
- તેને તળાવો સાથે જોડવામાં આવે છે
- મોટાભાગે આ એક તળાવ જેવું કામ કરે છે
- ખાડા અને વીરડા પાણીના વેગને ઓછો કરી દે છે
- તેનાથી જમીનમાં પાણી શોષણ માટે વધુ સમય મળી જાય છે
- તેનાથી વરસાદનું પાણી જમીનમાં ઊતરી જાય છે
- તેનાથી ભૂગર્ભજળ રીચાર્જ થાય છે
ઝાબુઆનું ચિત્ર પૂરેપુરું બદલાઈ ચૂક્યું
2010 બાદ હવે ઝાબુઆનું ચિત્ર પૂરેપુરું બદલાઈ ચૂક્યું છે. આ ટેકનિકથી ઝાબુઆ અને અલીરાજપુર જિલ્લાના 700 ગામમાં પાણી પહોંચ્યું છે. આ પાણીનો સિંચાઈ માટે પણ ઉપયોગ થઈ રહ્યો છે. લોકડાઉન દરમિયાન પણ અહીં 5 મોટા તળાવ બન્યાં જેની ક્ષમતા 80 કરોડ લિટર જળસંગ્રહની છે.આ મહેનતનું એ પરિણામ છે કે ઝાબુઆ જિલ્લામાં ભૂગર્ભ જળસ્તર પહેલાં કરતાં અનેકગણું વધ્યું છે. લોકોને પીવાના પાણીની સમસ્યામાંથી છૂટકારો મળ્યો છે અને ખેડૂતો હવે વર્ષમાં એકની જગ્યાએ બે પાક લઇ રહ્યાં છે.