કોલકાતા : વિશ્વ કપ વિજેતા હીરો યુવરાજ સિંહે શનિવારે સંકેત આપ્યો હતો કે તે આગામી પડકારો માટે ભારતીય ક્રિકેટ ટીમને માનસિક રીતે તૈયાર કરવા ભવિષ્યમાં 'મેન્ટર'ની ભૂમિકા ભજવવા માંગશે. ભારત ગયા વર્ષે ઑસ્ટ્રેલિયા સામે 2023 વર્લ્ડ કપ ફાઇનલમાં હારી ગયું હતું, જેણે ICC ટ્રોફી માટે તેની રાહ વધુ વધારી હતી. ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, જ્યારે છેલ્લી વર્લ્ડ કપ જીત 2011માં મળી હતી.
ભારતે દબાણમાં સારુ રમવાની જરુર છે : યુવરાજે અહીં 'યુવરાજ સેન્ટર ઓફ એક્સેલન્સ'ના ઉદ્ઘાટન દરમિયાન કહ્યું, 'મને લાગે છે કે અમે ઘણી ફાઈનલ રમી પરંતુ એક પણ જીતી શક્યા નહીં. 2017માં હું ફાઈનલનો ભાગ હતો જેમાં અમે પાકિસ્તાન સામે હારી ગયા હતા. તેણે કહ્યું કે, 'આવનારા વર્ષોમાં આપણે ચોક્કસપણે આના પર કામ કરવું પડશે. એક દેશ તરીકે અને ભારતીય ટીમ તરીકે આપણે દબાણમાં સારું પ્રદર્શન કરવું પડશે.
ટીમને માનસિક રીતે મજબુત થવાની જરુર : યુવરાજે કહ્યું કે, 'મને લાગે છે કે કંઈક ખૂટે છે, જ્યારે કોઈ મોટી મેચ હોય ત્યારે અમે શારીરિક રીતે તૈયાર હોઈએ છીએ પરંતુ માનસિક રીતે અમારે મજબૂત બનવાની જરૂર છે'. યુવા ખેલાડીઓને પ્રેરણા આપવી અને દબાણને કેવી રીતે હેન્ડલ કરવું અને સારું પ્રદર્શન કરવું તે શીખવવું મહત્વપૂર્ણ છે. આ એક પડકાર રહ્યો છે. અમારી પાસે એવી મેચો અને ખેલાડીઓ છે જે દબાણમાં બેટિંગ કરી શકે છે પરંતુ આખી ટીમે તે કરવું જોઈએ, એક કે બે ખેલાડીઓએ નહીં.
યુવરાજે મેન્ટર બનવાની તૈયારી દર્શાવી : યુવરાજે વધુમા કહ્યું કે, 'મને માર્ગદર્શન આપવાનું ગમશે. આગામી વર્ષોમાં, જ્યારે મારા બાળકો મોટા થશે, ત્યારે હું ક્રિકેટને પાછું આપવા અને યુવાનોને વધુ સારા બનવામાં મદદ કરવા ઈચ્છું છું. મને લાગે છે કે મોટી ટુર્નામેન્ટમાં આપણે ઘણા માનસિક પડકારોનો સામનો કરીએ છીએ. હું માનું છું કે માનસિક પાસામાં હું ભવિષ્યમાં આ ખેલાડીઓ સાથે કામ કરી શકીશ. મને લાગે છે કે હું યોગદાન આપી શકું છું, ખાસ કરીને મિડલ ઓર્ડરમાં.
- ROHIT SHARMA : શૂન્ય પર આઉટ હોવા છતાં આ મોટો રેકોર્ડ રોહિત શર્માના નામે નોંધાયો
- Mohammed Shami : ક્રિકેટર મોહમ્મદ શામીને અર્જુન એવોર્ડ એનાયત કરાયો, એવોર્ડ બાદ શામી થયો ભાવુક