ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Telangana News: હૈદરાબાદમાં પોલીસને થપ્પડ માર્યા બાદ YS શર્મિલાની અટકાયત - TSPSC

YSR તેલંગાણા પાર્ટીના પ્રમુખ વાયએસ શર્મિલાએ SIને થપ્પડ મારી હતી. મહિલા કોન્સ્ટેબલને TSPSC પ્રશ્નપત્ર લીક મામલે ધરણા પર જતા રોકવામાં આવતા તેને ધક્કો માર્યો હતો.

YS Sharmila Slaps
YS Sharmila Slaps

By

Published : Apr 24, 2023, 6:39 PM IST

હૈદરાબાદ: વાયએસઆર તેલંગાણા પાર્ટીના પ્રમુખ વાયએસ શર્મિલા TSPSC પ્રશ્નપત્ર લીક કેસ પર વિરોધ પ્રદર્શન કરવા સોમવારે AIT ઓફિસ જઈ રહ્યા હતા. દરમિયાન પોલીસ દ્વારા રોકવામાં આવતા ગુસ્સામાં શર્મિલાએ એસઆઈને થપ્પડ મારી અને મહિલા કોન્સ્ટેબલને ધક્કો માર્યો હતો. જેને પગલે પોલીસે તેની ધરપકડ કરી અને તેને જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

શર્મિલા અને પોલીસકર્મીઓ વચ્ચે બોલાચાલી:શર્મિલા ઘરની બહાર નીકળતાં જ પોલીસ તેને રોકવા આવી હતી. ઘણી જહેમત બાદ પણ જ્યારે તે ત્યાં રોકાઈ ત્યારે તેની કારની સામે ભારે પોલીસ દળ ઉભો હતો. આ પછી રાજકીય ડ્રામા શરૂ થયો. તે જ સમયે શર્મિલા અને પોલીસકર્મીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. શર્મિલાએ કહ્યું કે શા માટે તેને બહાર જવાથી રોકવામાં આવી રહી છે. આ દરમિયાન શર્મિલાએ મહિલા કોન્સ્ટેબલને ધક્કો માર્યો, તેણે એક એસઆઈને પણ થપ્પડ મારી હતી. શર્મિલાને ગુસ્સો હતો કે રાજ્યમાં લોકશાહી નથી. તેમણે કહ્યું કે કેસીઆર વાયએસ રાજશેખર રેડ્ડીની પુત્રીથી ડરે છે.

આ પણ વાંચો:Ghaziabad Municipal Election: BJP MLAની ઓફિસમાં ટિકિટને લઈને હંગામો, BJPના કાર્યકરો વચ્ચે મારામારી

પોલીસકર્મીઓએ રોકતા ગેરવર્તન:એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે અમને માહિતી મળી કે તે SIT ઓફિસમાં વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી રહી છે. આ માટે કોઈ પરવાનગી નહોતી. જ્યારે પોલીસકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ તેમની સાથે ગેરવર્તન કર્યું અને તેમાંથી બેને ધક્કો પણ માર્યો. પોતાના કૃત્યનો બચાવ કરતા શર્મિલાએ અહીં જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્વ-બચાવમાં કાર્ય કરવું એ મારી જવાબદારી છે. તેણીએ પોલીસ પર દુર્વ્યવહાર કરવાનો આરોપ પણ મૂક્યો હતો.

આ પણ વાંચો:Achyutanand Singh: બિહારમાં BJPના મંચ પર રક્ષાપ્રધાન રાજનાથ સિંહ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ થતાં હોબાળો

અગાઇ પણ કરાઈ હતી ધરપકડ:અગાઉ વાયએસ શર્મિલાને 19 ફેબ્રુઆરીએ મહબૂબાબાદના ધારાસભ્ય શંકર નાઈક વિરુદ્ધ મહબૂબાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કથિત રીતે અયોગ્ય ટિપ્પણી કરવા બદલ કેસ નોંધ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે તેલંગાણામાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને વિવિધ રાજકીય પક્ષોમાં ગરમા-ગરમી જોવા મળી રહી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details