ભરતપુર(રાજસ્થાન): જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વીડિયો બનાવતી વખતે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. (accident due to bursting of firecrackers )જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે, યુવક વીડિયો બનાવવા માટે ગ્લાસની નીચે ફટાકડા ફોડી રહ્યો હતો, જ્યારે ગ્લાસ તેના પ્રાઈવેટ પાર્ટમાં લાગી ગયો અને તે લોહીલુહાણ થઈને સ્થળ પર જ પડી ગયો હતો. ઘટના બાદ પરિવારજનોની મદદથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક છે.
વીડિયો બનાવવા માટે બમ ફોડ્યો, અસર થઈ પ્રાઈવેટ પાર્ટને - વીડિયો બનાવવા માટે બમ ફોડ્યો
ભરતપુરમાં વીડિયો બનાવતી વખતે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. (accident due to bursting of firecrackers )સ્થાનિકોએ જણાવ્યું હતુુ કે, યુવક વીડિયો બનાવવા માટે ગ્લાસ નીચે ફટાકડા ફોડી રહ્યો હતો, જ્યારે ગ્લાસ તેના પ્રાઈવેટ પાર્ટમાં લાગી ગયો અને તે લોહી નીકળતા સ્થળ પર જ પડી ગયો.

ગ્લાસની નીચે ફટાકડા ફોડવા માંડ્યો: પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે મોડી સાંજે હલાઈના શહેરની ઈન્દિરા કોલોનીમાં કેટલાક યુવકો વાસણો નીચે ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન 20 વર્ષીય બિટ્ટુ પણ ત્યાં પહોંચી ગયો અને તેણે પણ ગ્લાસની નીચે ફટાકડા ફોડવા માંડ્યો હતા.
ગ્લાસ તેના પ્રાઈવેટ પાર્ટ પર અથડાયો:તે જ સમયે, બિટ્ટુના મિત્રોએ જણાવ્યું કે, "તે વીડિયો બનાવવા માટે સ્ટીલના ગ્લાસની નીચે ફટાકડા ફોડી રહ્યો હતો, જ્યારે ગ્લાસ તેના પ્રાઈવેટ પાર્ટ પર અથડાયો અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો." માહિતી મળ્યા બાદ નજીકમાં રહેતા એક ડૉક્ટર ઈજાગ્રસ્ત યુવકને જોવા આવ્યા હતા, પરંતુ તેની હાલત નાજુક હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ યુવકની હાલત નાજુક છે.