- આગ્રા- દિલ્હી હાઇવે પર શનિવારે બપોરે એક યુવકનો મૃતદેહ મળ્યો
- આત્મહત્યા પૂર્વે મૃતકે તેના મોબાઈલમાંથી એક વીડિયો બનાવ્યો હતો
- પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો
આ પણ વાંચો :ફાઈનાન્સ કંપનનીઓની પઠાણી ઉઘરાણીથી કંટાળી સુરતના યુવકે જીવન ટુંકાવ્યું
મથુરા: જિલ્લાના આગ્રા- દિલ્હી હાઇવે પર શનિવારે બપોરે એક 25 વર્ષીય યુવકનો મૃતદેહ એક કારમાં મળી આવતા ખળભળાટ મચ્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કારમાં 25 વર્ષિય યુવકે પિસ્તોલ વડે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે મૃતકની શોધખોળ કરવામાં આવી, ત્યારે આ યુવકની ઓળખ રાહુલ બી. શર્મા તરીકે થઇ હતી. જે અમદાવાદનો રહેવાસી છે. આત્મહત્યા પૂર્વે મૃતકે તેના મોબાઈલમાંથી એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, હું એક લાવારિશ વ્યક્તિ છું, તેથી હું આત્મહત્યા કરી રહ્યો છું. પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.