ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નુપુર શર્માના સમર્થકનું ગળું કાપીને હત્યા,24 કલાક માટે ઉદયપુરમાં ઈન્ટરનેટ બંધ - Rajasthan Collector Tarachand meena

રાજસ્થાનના ઉદયપુરમાં એક યુવકની હત્યાનો (Rajasthan Murder Case) મામલો સામે આવ્યો છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઉતાવળમાં જિલ્લા કલેક્ટર (Rajasthan Collector Tarachand meena) તારાચંદ મીણા, એસપી મનોજ ચૌધરી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા વેપારીઓએ દુકાનો બંધ કરાવી (Market Shut off) હતી. કહેવામાં આવી રહ્યું છે કે યુવકે સોશિયલ મીડિયા પર ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માના પક્ષમાં એક પોસ્ટ મૂકી હતી.

નુપુર શર્માના સમર્થકનું ગળું કાપીને હત્યા,24 કલાક માટે ઉદયપુરમાં ઈન્ટરનેટ બંધ
નુપુર શર્માના સમર્થકનું ગળું કાપીને હત્યા,24 કલાક માટે ઉદયપુરમાં ઈન્ટરનેટ બંધ

By

Published : Jun 28, 2022, 6:21 PM IST

Updated : Jun 28, 2022, 8:18 PM IST

ઉદયપુર:ન હિન્દુ ન મુસલમાન, ક્યારે થશે બંધ નફરતની દુકાન? રાજસ્થાનના ઉદયપુર શહેરના ધન મંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે એક યુવકની નિર્દયતાથી (Rajasthan Murder Case) હત્યા કરવામાં આવી હતી. આ ઘટના શહેરના મધ્યમાં માલદાસ સ્ટ્રીટ વિસ્તારની છે. કહેવામાં એવું આવી રહ્યું છે કે યુવકે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માના (Nupur Sharma BJP) પક્ષમાં પોસ્ટ મૂકી હતી. યુવકની હત્યા પછી, મોટી સંખ્યામાં વેપારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સખત આક્રોશ (Chaos In Udaipur) વ્યક્ત કર્યો. આ ઘટનાની માહિતી મળતા પોલીસ (Udaipur Police) ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે મૃતદેહને એમબી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખ્યો છે.

નુપુર શર્માના સમર્થનમાં ટ્વીટ કરનારની જાહેરમાં હત્યા,મોદીને આપી ધમકી

આ પણ વાંચોઃ માનવામાં આવતી હતી આત્મહત્યા એ હત્યાનો કેસ નીકળ્યો,9 જણાને આ રીતે પતાવી દીધા

મળી રહી હતી ધમકી :સુપ્રીમ ટેલરના માલિક કન્હૈયાલાલ સાહુની ઉદયપુરના ધન મંડી વિસ્તારમાં એક દુકાનમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. મૃતકે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની તરફેણમાં પોસ્ટ કરી હતી. આ પછી એક ખાસ સમુદાયના બે યુવકો તેને સતત ધમકાવી રહ્યા હતા. યુવકે છેલ્લા કેટલાક દિવસોથી તેની દુકાન પણ ખોલી ન હતી, પરંતુ મંગળવારે તેણે દુકાન ખોલતા જ કપડા સિવડાવવાના નામે બે શખ્સો આવ્યા હતા. આ દરમિયાન કપડાની માપણી કરતી વખતે યુવકોએ તેના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની ઘાતકી હત્યા કરી નાખી હતી.

નુપુર શર્માના સમર્થનમાં ટ્વીટ કરનારની જાહેરમાં હત્યા,મોદીને આપી ધમકી

દુકાનો કરવામાં આવી બંધ : થોડા દિવસો પહેલા યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીને ચોક્કસ સમુદાયના લોકો વિરુદ્ધ નામ નોંધાવ્યું હતું. આ ઘટના બાદ વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ એસપી મનોજ ચૌધરીને ફોન કરીને સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં યુવકો ટેલરને નિર્દયતાથી મારતા જોવા મળે છે.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર આટલી મોટી રકમનું કોકેન પકડાયું

ભાજપે માર્યો ટોણોઃરાજસ્થાનના ઉદયપુર શહેરમાં એક યુવાનની જાહેરમાં હત્યાના મામલે ઉદયપુરમાં હંગામો થયો હતો. રસ્તા વચ્ચે આગચંપી કરવામાં આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને ભાજપના નેતાઓએ ગેહલોત સરકાર પર ટોણા માર્યા છે. કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર શેખાવતે કહ્યું કે, ગેહલોતની સરકારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ નિષ્ફળ ગઈ છે. જ્યારે પોલીસ પણ આવા ગુના સામે કામગીરી કરવામાં નિષ્ફળ ગઈ છે. રાજસ્થાન ભાજપ અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યું કે, કોંગ્રેસરાજમાં ઉદયપુરમાં પોલીસ કોઈ સુરક્ષા આપતી નથી. ધોળા દિવસે હત્યા થતા કાયદો વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. જ્યારે ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે, ગેહલોત સરકારમાં જંગલરાજ ચાલે છે.

પોલીસ જવાનો તૈનાત કરાયા : હાલ મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યા છે. કલેક્ટર અને એસપી સ્થળ પર લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ઉશ્કેરાયેલા લોકો તેમની માંગણીઓ અને આરોપીઓને પકડવા માટે સતત માંગ કરી રહ્યા છે. ઉદયપુરના એસપી મનોજ ચૌધરીએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ તૈનાત કરવામાં આવી હતી. નિર્દય હત્યા થઈ છે, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ લાશ સ્થળ પર પડી છે. વિવિધ સંસ્થાઓના લોકોએ જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ ઉપાડવાનો ઈન્કાર કર્યો છે. આવી સ્થિતિમાં આ ઘટનાને લઈને બજાર બંધ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ એડમિશન માટે જો ફોન આવે તો થઇ જજો સાવધાન, બાકી તમે પણ આવી જશો આ લીસ્ટમાં...

શું કહ્યું મુખ્યપ્રધાન ગેહલોતેઃઆ સમગ્ર ઘટના પર રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે મંગળવારે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આવા જઘન્ય ગુનામાં સંડોવાયેલા દરેક વ્યક્તિને સખત સજા કરવામાં આવશે. હું દરેકને અપીલ કરું છું કે આ ઘટનાનો વીડિયો શેર કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ ન કરો. વીડિયો શેર કરીને સમાજમાં નફરત ફેલાવવાનો ગુનેગારનો હેતુ સફળ થશે. જોધપુરમાંથી ગેહલોતે એવું પણ ઉમેર્યું કે, આ ઘટના કલ્પનાની બહાર છે, કોઈ તેની કલ્પના પણ કરી શકે નહીં. એવું પણ ન બને કે એવું બની ગયું. કોઈ આ કેવી રીતે કરી શકે છે. હું સમજી શકું છું કે આ ઘટનાથી લોકોના મનમાં કેટલો ગુસ્સો છે. અમે દોષિતો સામે કડક કાર્યવાહી કરીશું. પોલીસ પોતાનું કામ કરી રહી છે. રાજ્યમાં સંકલન જાળવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન અપીલ કરેઃ જોધપુર એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે હું સતત કહી રહ્યો છું કે દેશમાં જે વાતાવરણ સર્જાઈ રહ્યું છે, જે તણાવ પેદા થઈ રહ્યો છે તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરવી જોઈએ. તેની વધુ અસર થશે. ગેહલોતે કહ્યું કે સ્થિતિ એવી થઈ ગઈ છે કે જે જગ્યાએ ઓછી વસ્તી છે, પછી તે હિન્દુ હોય કે મુસ્લિમ, બધા ચિંતિત છે. આવી સ્થિતિમાં, શાંતિપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ કરવું દરેકની જવાબદારી બની જાય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મેં ગુલાબચંદ કટારિયા સાથે વાત કરી છે. સીએમઓ સતત તેમના સંપર્કમાં છે. અમારો પ્રયાસ શાંતિ અને વ્યવસ્થા જાળવવાનો છે.

Last Updated : Jun 28, 2022, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details