- બાળકના સ્વસ્થ વિકાસ માટે ખૂબ જ જરુરી પોષક તત્વની વાત
- બાળકોના સંર્વાંગી વિકાસમાં મોટો ભાગ ભજવે છે Iron- આયર્ન
- એનિમિયાના શિકાર બાળકો માટે જરુરી છે Ironની યોગ્ય માત્રા
બાળકોના શારીરિક, બૌદ્ધિક અને માનસિક વિકાસ માટે આયર્ન ( Iron ) પોષણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આયર્નની ઉણપ શરીરમાં હિમોગ્લોબિનના સ્તરને અસર કરે છે જે આરોગ્યને વિવિધ રીતે નુકસાન પહોંચાડે છે અને તેમને એનિમિક પણ બનાવી શકે છે. બાળકો માટે આયર્નની જરૂરિયાત જુદી જુદી ઉંમર અનુસાર અલગ અલગ હોઈ શકે છે.ETV Bharat Sukhibhav એ બાળકોમાં આયર્નની ઉણપ, તેનr શરીર પર થતી અસરો અને તેમની વય સંબંધિત આયર્નની જરૂરિયાત વિશે દહેરાદૂનના વરિષ્ઠ બાળ ચિકિત્સક ડો. લતીકા જોશી સાથે વાત કરી.
બાળકોમાં Iron અભાવ આરોગ્યને નુકસાન પહોંચાડે છે
ડોક્ટર લતીકા કહે છે કે આપણા શરીર માટે આયર્ન ( Iron ) એ એક આવશ્યક પોષક તત્વ છે. તે ફક્ત વડીલો માટે જ નહીં બાળકો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે, મોટાભાગના માતાપિતા બાળકોમાં વિટામિન અને પ્રોટીનનું પ્રમાણ સંતુલિત રાખવા માટે વિશેષ પ્રયત્નો કરે છે. પરંતુ મોટાભાગના માતાપિતા બાળકોના આયર્ન સમૃદ્ધ આહાર તરફ ધ્યાન આપતા નથી. બાળકોના મન અને શરીરની શક્તિ માટે આયર્ન ખૂબ જરૂરી છે.
આયર્ન ( Iron ) કેમ મહત્વનું છે?
આયર્નની ( Iron ) અછતને કારણે લાલ રક્તકણો શરીરમાં ઓછી માત્રામાં બને છે. આમ થવાથી જરૂરિયાત મુજબ શરીરના બાકીના ભાગમાં ઓક્સિજન પહોંચતો નથી. આયર્ન લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે, લાલ રક્તકણોની રચનાને સંતુલિત કરે છે અને વિવિધ અવયવો સુધી પહોંચવાની ઓક્સિજનની ક્ષમતામાં વધારો કરે છે.
આયર્નની ( Iron ) ઉણપથી શરીરમાં એનિમિયા થઈ શકે છે. એનિમિયાના કિસ્સામાં બાળકને વધુ આયર્ન, ફોલિક એસિડ, વિટામિન સી, પ્રોટીન અને વિટામિન બીની જરૂર હોય છે.
આયર્ન ( Iron ) ની ઉણપના લક્ષણો અને ચિહ્નો
આયર્નની ઉણપને કારણે બાળકોમાં નીચેના લક્ષણો અને ચિહ્નો જોઈ શકાય છે.
- થાક અને ભૂખ ન લાગવી
- ધીમી વૃદ્ધિ અને વિકાસ
- અસામાન્યપણે અથવા ઝડપી શ્વાસ લેવો
- સતત સંક્રમણનો ભોગ બનતાં રહેવું
- નબળાઈ
- ત્વચા વિશેષ કરીને નખ અને આંખો પીળી દેખાય
- બાળક ખીજાયેલું રહે અને સુસ્ત થઈ જાય
આયર્નનો સ્રોત